Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાનાં મોટાસાંજા ગામે નર્મદા ગૌશાળાના પ્રેમદાસ બાપુની ચાદર વિધિનો કાર્યક્રમ યોજાયો.

Share

ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામની નર્મદા ગૌશાળાના મહંત ભારતીયદાસ બાપુ ગત તા.૧.૧૨.૨૧ ને બુધવારના રોજ અવસાન પામ્યા હતા. શ્રી ગુમાનદેવ રામાનંદ વિતરક મંડળના મહંત શ્રી ભગવાનદાસ ગુરૂ નિત્ય ગોપાલદાસના ભંડારા વિધિ સંવત ૨૦૭૧ કારતક વદ બારસ તા.૧.૧૨.૨૧ ને બુધવારના રોજ સાકેતવાસી થયા હતા. તેમના ભંડારાનું આયોજન તથા તેમના શિષ્ય પ્રેમદાસ બાપુ ગુરુ ભગવાનદાસ ભારતીયબાપુની ચાદર વિધિ શ્રી ગુમાનદેવ રામાનંદ વિતરક મંડળના શ્રી મહંતશ્રીની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી.

આ પ્રસંગે નર્મદા ગૌશાળા ખાતે સંતવાણી ચાદર વિધિ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગુમાનદેવ મંડળના સાધુ સંતો મોટાસાંજા, રાણીપુરાના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ગુમાનદેવ મંદિરના મહંત શ્રી મનમોહન દાસ તથા નર્મદા ગૌશાળાના ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ લાખાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

ગોધરા શહેરમા ધમધમતા વિસ્તારમા આવેલી મોબાઇબ શોપમા ચોરીની ઘટનાથી ચકચાર

ProudOfGujarat

કઠલાલમાં યુવકને માથામાં ઘા કરી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા મોત નીપજાવ્યુ

ProudOfGujarat

દહેજ : વાગરાના ધારાસભ્યએ રહિયાદ ખાતે ગ્રામજનોને વોટર પ્યુરીફાયર આપ્યા તેમજ સડથલા ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયતનું લોકાર્પણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!