Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના બોરીદ્રા ગામે ફટાકડા ફોડવાની બાબતે લાકડીના સપાટા માર્યા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બોરીદ્રા ગામે ફટાકડા ફોડવાની વાતે બોલાચાલી થતા લાકડીના સપાટા માર્યા હોવાની ફરિયાદ લખાવા પામી છે.

આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગતરોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં બોરીદ્રા ગામે રહેતો મેલસંગભાઇ શનાભાઇ વસાવા તેના પરિવારજનો સાથે ઘરે હાજર હતો અને ઘરની બહાર ફટાકડા ફોડતો હતો, તે દરમિયાન મેલસંગના ઘરની સામે રહેતા લક્ષ્મણભાઇ નવલસીંગભાઇ વસાવા અને મુકેશભાઇ નવલસીંગભાઇ વસાવા લાકડી લઇને આવ્યા હતા, અને કહેવા લાગ્યા કે અહીં કેમ ફટાકડા ફોડે છે? આ સાંભળીને મેલસંગે તેમને જણાવેલ કે અમારા આંગણામાં ફોડુ છુ. ત્યારે લક્ષ્મણે તેના હાથમાની લાકડીનો સપાટો મેલસંગને ડાબા હાથના ખભાની નીચે બાવડા પર મારી દીધો હતો. અને બીજો સપાટો મારતા મેલસંગની પત્નિ પોતાના પતિને બચાવવા વચ્ચે પડતા તેને ડાબા હાથ પર ઇજા થઇ હતી. મુકેશે પણ મેલસંગને પગ પર સપાટો માર્યો હતો. ત્યારબાદ ગાળો બોલીને જતા રહેલ. આ બાબતે મેલસંગભાઇ શનાભાઇ વસાવા રહે.ગામ બોરીદ્રા તા.ઝઘડીયાનાએ ઉપરોક્ત બન્ને ઇસમો વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં “તાઉ-તે” વાવાઝોડાની અસરથી નુકશાન પામેલ ૧૨૩ વિજ થાંભલાના સ્થળે નવા વિજ થાંભલા સત્વરે ઉભા કરીને યુદ્ધનાં ધોરણે ૨૩૬ ગામોનો વીજ પુરવઠો પુન: પૂર્વવત કરાયો.

ProudOfGujarat

વડોદરા રેલવે પોલીસની ચોરીમાં ગયેલ લેપટોપ સાથે સાણંદના શખ્સને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

શું અભિનેત્રી કશિકા કપૂરે હોલીવુડ સુપરસ્ટાર જ્હોન સીના સાથે તેના હોલીવુડ ડેબ્યુનો સંકેત આપ્યો ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!