Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે દોશી સમાજનો સન્માન સમારોહ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે દોશી સમાજનો સન્માન સમારોહ યોજાયો હતો. દોશી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મળેલ આ બેઠકમાં ધો.૧૦ અને ૧૨ ના ૧ થી ૩ ક્રમે પાસ થનાર તેજસ્વી વિધ્યાર્થીઓને ટ્રોફિ, સન્માનપત્રો તેમજ રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ધો.૧૦ અને ૧૨ ના અન્ય વિધ્યાર્થીઓને લેપટોપ બેગ આપી સન્માનિત કરાયા હતા. ઉપરાંત દોશી સમાજના ધો.૧ થી કોલેજ સુધીના સન ૨૦૨૦ માં અભ્યાસ કરેલ વિધ્યાર્થીઓને કુલ ૨૫૦૦ જેટલી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે દોશી સમાજના પ્રમુખ હેમંતભાઇ દોશી દ્વારા વડોદરાના રમાબેન ટેલર અને દિપકભાઇ દોશીનું સન્માન કરવામાં આવ્યુ હતું. સમાજને ડિજિટલ માહિતિ મળી રહે તે હેતુસર દોશી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વેબસાઇટ બનાવવામાં આવી છે તેની સમજણ ઉપસ્થિતોને આપવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પદવીદાન સમારંભ યોજાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના જંબુસરમાં નેતૃત્વ, વ્યક્તિત્વ વિકાસ અને મેદસ્વિતાથી મુક્તિ માટે યોગ નિદર્શન અને યોગ શિબિર યોજાઈ

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન પોલીસચોકી ની સામે આવેલ બેકરી ને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!