Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકા ભારતીય કિશાન સંઘ દ્વારા ખેડૂતોની વિવિધ સમસ્યાઓની રજુઆત કરાઈ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આજરોજ ભારતીય કિશાન સંઘ ઝઘડીયા તાલુકા દ્વારા ગુજરાતના રાજ્યપાલને સંબોધીને નાયબ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યુ હતું.

આવેદનમાં ખેડૂતોને નડતા વિવિધ પ્રશ્નોનું નિવારણ લાવવાની રજુઆત કરવામાં આવી છે. સમાન સિંચાઇ દુર કરવા બાબત તેમજ વિજળીના બીલોમાં ફિક્સ ચાર્જ નાબુદ કરીને હોર્સ પાવર મુજબ વીજળી અપાય તેવી માંગ કરવામાં આવી હતી. ઉપરાંત રિસર્વેમાં ખેડૂતોને થતી હેરાનગતી દુર કરવી, તાલુકામાં વિવિધ પ્રદુષણને લઇને પાકને થતું નુકશાન અટકાવવું, ભૂગર્ભમાં જળ દુષિત થતું હોવાથી બોરનું પાણી દુષિત અને કલરવાળુ આવતુ હોવાથી આ પ્રશ્નો હલ કરવા માંગ કરવામાં આવી છે. ઉપરાંત ઝઘડીયા તાલુકાના ફુલવાડી કપલસાડી દુ.બોરીદ્રા ગોવાલી ખરચી સરદારપુરા ઉંટિયા નવાગામ કરારવેલ રાણીપુરા ઉચેડિયા કુંવરપરા અવિધા વિ.ગામોના ખેડૂતોને કેનાલનું પાણી નથી મળતું એ બાબતની પણ રજુઆત કરવામાં આવી હતી. ઉપરાંત ઝઘડીયા તાલુકા ભારતીય કિશાન સંઘ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને પણ નાયબ કલેક્ટરને આવેદન આપ્યુ હતું. આ આવેદનની નકલ વડાપ્રધાન તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રીને પણ મોકલવામાં આવી છે. ખેડૂતોને પોતાની ઉપજનો યોગ્ય ભાવ નહિ મળતો હોઇ ખેડૂતો ગરીબ અને દેવાદાર થઇ રહ્યા હોવાની વાત આવેદનમાં રજુ કરવામાં આવી છે. ઉપરાંત હાલમાં પ્રવર્તમાન બેરોજગારીની સ્થિતિમાં વધુમાં વધુ યુવાનોનું ધ્યાન ખેતી તરફ કેન્દ્રિત થાય તો બેરોજગારી હલ થઇ શકે તેવી રજુઆત સાથે આના માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવાય એવી માંગ કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચના કોંગી આગેવાનોની નર્મદા સંકટ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને રજૂઆત

ProudOfGujarat

આઝાદીના ૭૫ વર્ષ પર હર ઘર તિરંગા અભિયાન, જાણો રાષ્ટ્ર ધ્વજ સંહિતા વિશે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં વધુ બે પોઝિટીવ કેસોનો ઉમેરો સાથે કુલ કેસોની સંખ્યા 14 થઈ, કુલ 12 સક્રિય કેસો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!