Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામે ઉપસરપંચ તરીકે રંજનબેન વસાવા નિમાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના ઉમધરા ગામે તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રીપાંખીયો જંગ ખેલાયો હતો, જેમાં સરપંચ પદે રાજેન્દ્રભાઈ રાયસીંગભાઈ વસાવા વિજયી થયાં હતા. ગ્રામ પંચાયતના ઉપ સરપંચની વરણી માટે આજરોજ તલાટી પરેશભાઈ પરમાર તેમજ ગ્રામસેવક સુનિલભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત ખાતે બેઠક મળી હતી. ઉમધરા ગ્રામ પંચાયતની આ પ્રથમ બેઠકમાં ઉપ સરપંચ તરીકે રંજનબેન દત્તુભાઈ વસાવા બિનહરીફ થતાં તેમને ઉપ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સરપંચ, ઉપ સરપંચ તેમજ ચૂંટાયેલા ગ્રામ પંચાયત સભ્યોએ ગ્રામજનોએ તેમનામાં મુકેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેઓ ગામના વિકાસ માટે હંમેશ કટિબધ્ધ રહેશે તેવી લાગણી ઉચ્ચારી હતી. નવ નિયુક્ત સરપંચ તેમજ ઉપ સરપંચને અત્રે ઉપસ્થિત ગ્રામજનોએ વધાવી લીધા હતા. ગામના આ નવા હોદ્દેદારોએ પણ ગામના વિકાસને ધબકતો રાખવા સહુનો સાથ મળતો રહેશે એવી આશા વ્યક્ત કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતમાં ઉધના પો.સ્ટેશન પાસે જાહેરમાં જન્મ દિવસની કેક કાપીને ઉજવણી : કોરોના ગાઈડલાઈન ભંગની તસવીરો વાઇરલ થતા 7 ની અટકાયત.

ProudOfGujarat

વલસાડ : પ્રફુલભાઈ શુકલની 816 મી ભાગવત કથામાં આજે નૃસિંહ પ્રાગટય ઉત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ માટે નવા નિયમો જાહેર, મુલાકાતીઓએ માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!