Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સંજાલી ગામે ઉપ સરપંચ તરીકે અનામિકાબેન દેસાઇ નિમાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાના સંજાલી ગામે તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ પદે ઉષાબેન સંજયભાઈ વસાવા વિજયી થયાં હતા. ગ્રામ પંચાયતના ઉપ સરપંચની વરણી માટે હાલમાં ગ્રામ પંચાયતના ચુંટાયેલા સરપંચ તેમજ સભ્યોની બેઠક તલાટી કલ્પનાબેન વસાવા તથા ગ્રામસેવક જગદીશભાઈ પઢિયારની ઉપસ્થિતિમાં મળી હતી. ગ્રામ પંચાયતની આ પ્રથમ બેઠકમાં ઉપ સરપંચ તરીકે દેસાઈ અનામિકાબેન સુચિતકુમારની બિનહરીફ વરણી થઇ હતી. આ પ્રસંગે સરપંચ, ઉપ સરપંચ તેમજ ચુંટાયેલા સભ્યોએ ગ્રામજનોનો આભાર માન્યો હતો અને તેઓ ગામના વિકાસ માટે હંમેશા કટિબધ્ધ રહેશે તેવી લાગણી ઉચ્ચારી હતી. ગ્રામ પંચાયતના નવ નિયુક્ત સરપંચ અને ઉપ સરપંચને તેમના સમર્થકો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ધો. 12 સા.પ્રવાહનું પરિણામ 25 મે થી 5 જૂન વચ્ચે જાહેર થઈ શકે, કામગીરી અંતિમ તબક્કામાં

ProudOfGujarat

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકના આરોપીએ લોકઅપમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

ProudOfGujarat

નડિયાદનાં મહુધામાંથી ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!