Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના પ્રાંકડ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપ સરપંચે સત્તાવાર ચાર્જ સંભાળ્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં તાજેતરમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં પ્રાંકડ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રાજેશભાઈ રતનભાઈ વસાવા વિજયી થયા હતા. હાલમાં ગ્રામ પંચાયતના ઉપ સરપંચની વરણી માટેની બેઠક ગ્રામસેવક હર્નિશભાઇ પટેલ અને તલાટીની ઉપસ્થિતિમાં મળી હતી. આયોજિત બેઠકમાં ઉપ સરપંચ તરીકે મેહુલસિંહ જશવંત સિંહ પ્રાંકડાની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતની આ પ્રથમ મળેલ બેઠકમાં સરપંચ ઉપસરપંચ અને સભ્યોએ સત્તા સંભાળી લીધી હતી. નવ નિયુક્ત સરપંચ અને ઉપ સરપંચે આ પ્રસંગે સહુનો આભાર માન્યો હતો અને ગામના વિકાસ માટે પોતે કટિબધ્ધ હોવાની લાગણી ઉચ્ચારી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

NCC ગૃપ વડોદરા દ્વારા સરદાર પટેલ રાષ્ટ્રીય નર્મદા ટ્રેકીંગ કેમ્પનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન અભિયાન, રક્તપિત્તના ૨૩૪ દર્દીઓને સારવાર અપાઈ.

ProudOfGujarat

વડોદરામાં અનાજની કીટ આપવાના બહાને કે.એસ ડિજિટલ-દર્શના એન્ટરપ્રાઇઝના સંચાલકો દ્વારા કરાઇ ઠગાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!