Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાની યુપીએલ કંપની દ્વારા પાંચ ગામોની ૬૦ મહિલાઓને વિવિધ રોજગારલક્ષી તાલીમ અપાઈ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં આવેલ યુપીએલ કંપની દ્વારા તેની સીએસઆર એક્ટિવિટી હેઠળ જીઆઈડીસીની આજુબાજુના ગામોમાં વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી તેમજ શિક્ષણલક્ષી કામગીરી કરવામાં આવે છે. કંપની દ્વારા ઝઘડીયા તાલુકા પંચાયતની કપલસાડી બેઠકના કપલસાડી, ફૂલવાડી, સરદારપુરા, ઉટીયા, સેલોદ ગામોની ૬૦ જેટલી મહિલાઓને સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ વિવિધ રોજગારલક્ષી તાલિમ આપવામાં આવી હતી. આ પાંચેય ગામોની કુલ ૬૦ મહિલાઓ પૈકી ૩૦ મહિલાઓને બ્યુટી પાર્લરની તેમજ ૩૦ મહિલાઓને ટેલરીંગ કામની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયતની કપલસાડી બેઠકના સદસ્ય, ફુલવાડી ગામના આગેવાન નરેન્દ્રભાઈ પટેલ, કિરણભાઈ પટેલ તથા ફુલવાડી ગામના ઉપસરપંચ સંદીપભાઈ પટેલ તેમજ યુપીએલ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : હાંસોટમાં પેટ્રોલ પંપ પર ટેમ્પો ચાલકે વિકલાંગને કચડી નાંખતા મોત…

ProudOfGujarat

પરપ્રાંતિય પ્લાન ઓપરેટરે બાકી નીકળતા પગાર પેટે કર્વારી પરથી રૂપિયા દોઢ લાખનું મેટલ ડિટેકટર ઉઠાવી જતાં માલિક દ્વારા નેત્રંગ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

ભરૂચમાં પ્રધાનમંત્રી કૌશલ્‍ય કેન્‍દ્રનો પ્રારંભ યુવાનોને યોગ્‍ય તાલીમ – માર્ગદર્શન જરૂરી -: અધિક કલેક્‍ટરશ્રી સી.બી.બલાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!