વિશ્વના સૌથી મોટા યુવા ભારત દેશના યુવાનોને યોગ્‍ય તાલીમ અને માર્ગદર્શન જરૂરી છે તેમ અધિક કલેક્‍ટરશ્રી સી.બી.બલાતે ભરૂચ ખાતે પ્રધાનમંત્રી કૌશલ્‍ય કેન્‍દ્રના ઉદઘાટન પ્રસંગે જણાવ્‍યું હતું.

આ પ્રસંગે શ્રી સીવેન્‍દ્ર ચૌધરી – નીફાના રીજીયોનલ મેનેજર, શ્રી આશિષ સકશેના, શ્રી આસીમભાઇ, સંગીતાબેન મિષાી, આશિષભાઇ, નગરપાલિકાના સદસ્‍યશ્રી સલીમભાઇ અમદાવાદી તથા અન્‍ય મહાનુભાવોની હાજરીમાં વેલ્‍ફેર કોમ્‍પલેક્ષ, મનુબર ચોકડી પાસે – ભરૂચ ખાતે દીપ પ્રાગટય કરી કાર્યક્રનો શુભારંભ કરી પ્રધાનમંત્રી કૌશલ્‍ય કેન્‍દ્ર ખૂલ્લુ મુક્‍યું હતું.

અધિક કલેક્‍ટરશ્રી સી.બી.બલાતે જણાવ્‍યું હતું કે, કૌશલ્‍ય તાલીમએ રોજગારી સાથે સંકળાયેલી બાબત છે. આ તાલીમમાં નિયમિતતા, શિસ્‍તતા, વાંચન, વિવેક, વર્તન પણ સારા હોવા જોઇએ. કોમ્‍પ્‍યુટર, શિક્ષણ, આધુનિક ફેશન પ્રમાણે શિક્ષણ વર્ગની પણ તાલીમ મળનાર છે ત્‍યારે તમામ તાલીમાર્થીઓ પોતાના જીવનમાં આગળ વધવા માટે આવી તાલીમ મેળવવી સ્‍વરોજગારી મેળવીને પોતાના પગભર થવા આહવાન ર્ક્‍યું હતું.

આ પ્રસંગે શિક્ષણ વિભાગના સંગીતાબેન મિષાી તથા નીફાના આસીમભાઇ વગેરેએ પ્રાસંગીક પ્રવચન ર્ક્‍યું હતું.

નીફાના રીજીયોનલ મેનેજર શ્રી સીવેન્‍દ્ર ચૌધરીએ ઉપસ્‍થિત મહાનુભાવોનું સ્‍વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા તથા કૌશલ્‍ય તાલીમ કેન્‍દ્રના કોર્ષની વિસ્‍તૃત જાણકારી આપી હતી. તેમણે દેશમાં એક કરોડ બાળકોને તાલીમ આપવાનું આયોજન છે તેમ પણ જણાવ્‍યું હતું. શ્રી આશિષભાઇ સકસેનાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્‍યા હતા.