ભરૂચ શહેર ટ્રાફિક બ્રિગેડનાં માનદોની ભરતી તા-૨૯/૧૨ શનીવારે યોજવામાં આવેલ છે. આ અંગે ઉમેદવારોની ઉંમર ૧૮ થી ૪૦ વર્ષ, શૈક્ષણીક લાયકાત ૯ પાસ, લઘુતમ ઉંચાઇ-પુરુષ ઉમેદવારોની ઉંચાઇ ૫ ફુટ ૫ ઇંચ હોવી જોઇએ. ઉમેદવારોએ ૨ પાસપોર્ટ સાઇઝ ના ફોટો, રહેઠાણ અંગે ના પુરાવાની નકલ અને શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રની નકલ તા-૨૮/૧૨/૧૮ સુધીમાં પોલીસ અધીક્ષક કચેરી ખાતે આપવાનાં રહેશે.ભરતી પ્રક્રિયા તા-૨૯/૧૨/૧૮ ના રોજ સવારે ૯ કલાકે શરુ થશે.ઉમેદવારે શારિરીક અને ટ્રાફિકઅંગે નાં સામાન્યજ્ઞાન ની પરિક્ષા પાસ કરવાની રહેશે…..

LEAVE A REPLY