કામના ભારણના પગલે કે અન્ય કારણોસર અવસાન થયુ હોવાની લોક ચર્ચા……………

માત્ર કેટલાક મહિનાઓ અગાઉ જ ચિફ સેનેટરી ઇન્સપેક્ટર નો ચાર્જ સંભાળનાર પ્રવિણ કેસરીયાનુ અવસાન થયુ છે.  હરિક્રુષ્ણ સોસાયટી ખાતે રહેતા પ્રવિણ ડી કેસરિયા આશરે ૨૫ વર્ષથી ફરજ બજાવતા હતા ત્યાર બાદ કેટલાક મહિનાઓથી ઇંચાર્જ સેનેટરી ઇન્સપેક્ટર બન્યા હતા. પરંતુ તાજેતર માં ૬ મહિના અગાઉ તેઓ ને સેનેતરી ઇન્સપેક્ટર નો ચાર્જ સોપવામાં આવ્યો હતો. આવા સમયે સ્વચ્છતાના અભિયાન અને અન્ય કારણોસર તેઓ પર જવાબદારી વધી હતી. એમ પણ કહેવાય છે કે તેઓ માનસિક તાણ પણ અનુભવતા હતા. તેવામાં તેમને ગત રાત્રીના સમયે ગભરામણ થતા ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સરવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યુ હતુ. એક તારણ મુજબ હ્રદય રોગ ના હુમલાના પગલે તેમનુ અવસાન થયુ હતુ. નગરપાલીકાના પ્રમુખ, મુખ્ય અધીકારી વિરોધપક્ષ ના નેતા, કર્મચારી વર્ગ તથા તેમના મિત્રોમાં સોક ની લાગણી ફેલાય ગઇ હતી.જો કે નગરપાલીકાએ સતત ફરજ અંગે સભાન રહેનાર કર્મચારી ને ગુમાવ્યો હોવાની લાગણી સર્વત્ર ફેલાઇ ગઇ છે…..

LEAVE A REPLY