Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર: એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું પરંતુ ચોરો નિરાશ થઈને પરત ફર્યા…

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલ સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા મોહમ્મદ ગોરાભાઈ ગંગાત પોતાનું મકાન બંધ કરી યુનાઇટેડ કિંગડમ ખાતે ગયેલ છે.ચોરોએ બંધ ઘરના આગળના દરવાજાનો નકૂચો તોડી બેડરૂમમાં મુકેલ કબાટ તોડી નાખી તેમાનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો પરંતુ કોઈપણ પ્રકારની કિંમતી વસ્તુ કે દાગીના ન મળી આવતા ચોરોએ ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું.અત્રે નોંધવું રહ્યું કે અન્ય થોડા અંતરે એક અન્ય બીજા મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું પરંતુ ત્યાં પણ ખાંખા-ખોળા કર્યા બાદ કંઈ પણ ન મળતાં ચોરો પાછા ફર્યા હતા.આ બંને મકાનમાલિકો એકબીજાના સબંધી છે આ અંગે શહેર પોલીસ સ્ટેશનમાં એક જાણ કરતી અરજી આપવામાં આવી છે.

Advertisement


Share

Related posts

ધર્માંતરણ પ્રકરણમાં નાણાકીય ફંડીંગ અને બોગસ પાવતી કૌભાંડની તપાસનુ પ્રકરણ…

ProudOfGujarat

અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ગળા પર છરીના ઘા ઝીંકયા

ProudOfGujarat

ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષપદે તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સાંસદ યોગ સ્પર્ધા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!