રોકડા નાણા,સોના ચાંદીના દાગીના અને ઘડિયાળ મળી કુલ રૂ ૫૪૦૦૦ ની મત્તા ની ચોરી.

ભરૂચ નગરના મન્નત એપરમેન્ટમાં ગત રોજ બપોરના સમયે તસ્કરોએ તરખાટ મચાવી રૂ ૫૪૦૦૦ની મત્તાની ચોરી કરી હોવાનો બનાવ બન્યો હતો.
આ બનાવની વિગત જોતા એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રોજ બપોરના સમયે આ બનાવ બન્યો હતો જેમાં તસ્કરોએ મન્નત એપાર્ટમેન્ટ ના બીજા માળના ફ્લેટ ન ૨૦૧ નું તાળું તોડી ફ્લેટમાં પ્રવેશ કરી તિજોરી નુ લોક તોડી તિજોરી માંથી રોકડા રૂ ૨૦૦૦૦ ,સોના ચાંદીનાં દાગીના અને ઘડિયાળ મળી કુલ રૂ ૫૪૦૦૦ ની મત્તા ની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો .આ બનાવ ની તપાસ એ. ડિવિઝન પોલીસના પી.એસ.આઈ.પુવાર કરી રહયા છે

LEAVE A REPLY