Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: રાજધાની એક્ષપ્રેસની ટક્કરે શ્રમજીવીનું મોત.

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર ગત રાત્રિના સુમારે મુંબઈ થી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ પસાર થઈ રહી હતી તે દરમિયાન અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે એક અજાણ્યો ઈસમ જેની ઉંમર આશરે ૨૮ થી ૩૦ છે તેને ટક્કર વાગતા ગંભીર ઇજાઓના પગલે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Advertisement

આ ઘટનાની જાણ GRPના જવાન રણજીતસિંહ ઈશ્વરસિંહને થતાં તે પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક બનાવની જગ્યાએ પહોંચી ગયા હતા. પોલીસે લાશનું પંચનામું કરી કબજો મેળવી પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે.પોલીસે મૃતકની તલાસી લેતાં તેની પાસેથી બે હાજરી કાર્ડ મળી આવ્યું હતું જેમાં હરેશભાઇ પરમાર અને બીજા કાર્ડમાં કમલેશ પ્રજાપતિ નામ લખાયેલ હતું.આ સિવાય બીજી કોઇ ઓળખ ના મળતા પોલીસ દ્વારા મૃતકના વાલીવારસોની શોધખોળ આરંભી હતી.


Share

Related posts

દહેજમાં યશસ્વી રાસાયણિક કંપનીમાં બનેલ હૃદય કંપાવતી ઘટના અંગે રાજ્ય સભાના સભ્ય અહમદભાઈ પટેલે દુઃખ વ્યક્ત કર્યું

ProudOfGujarat

મોટામિયા માંગરોલ મુકામે માંગરોળ રોડ ઉપર ખેતરમાંથી દીપડો પાંજરે પુરાયો.

ProudOfGujarat

પંચમહાલ : પુરવઠા નિગમનાં ચેરમેનશ્રી રાજેશભાઈ પાઠકનાં અધ્યક્ષસ્થાને ઘોઘંબા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!