આજ ના દિવસે ભગવાન ઈસુ ને ક્રોસ ઉપર ચઢાવવામાં આવ્યા હતા.
દેવાલયો માં આજે ખ્રિસ્તી બંધુઓ ક્રોસ સાથે પ્રાર્થનાઓ કરી. ભરૂચ શહેર માં વસ્તા ખ્રિસ્તી બંધુ પરિવારો દ્વારા ભરૂચ ના દેવાલયો માં ભગવાન ઈસુ ને જે ક્રોસ ઉપર ચઢાવવા માં આવ્યા હતા તે ક્રોસ સાથે દેવાલયોના પ્રાંગણ માં પ્રાર્થના ઓ કરાઈ હતી. ભરૂચ ખાતે ઈસુ બધુંના ફાધર ની મુલાકાત માં તેઓ એ જણાવ્યું હતું કે આજ ના દિવસે ભગવાન ઈસુને ક્રોસ ઉપર ચઢાવી તેઓ ને મૃત્યુ દંડ અપાયો હતો.અને ત્યાર થી આજ ના પર્વ ને ગુડ ફ્રાઈડે તરીકે મનાવવા માં આવે છે.જે આજે ભરૂચ માં વસ્તા ખ્રિસ્તી બંધુઓએ ખભે ક્રોસ મૂકી દેવાલય ના પ્રાંગણ માં ગોળ રાઉન્ડ ફરી ઈસુ ભગવાન પર થયેલા અત્યાચારો ને યાદ કરી ભગવાન ઈસુ ને યાદ કરી વિશેષ પ્રાથનાઓ કરી ગુડ ફ્રાઈડે ની ઉજવણી કરી હતી. ત્યાર બાદ તમામ ખ્રિસ્તી બંધુઓએ દેવાલયો માં ભગવાન ઈસુની યાદ માં વિશેષ પ્રાથના સભાઓ યોજી હતી ……

LEAVE A REPLY