::-છેલ્લા કેટલાય સમય થી ભરૂચ ના માર્ગો ઉપર રખડતા અસંખ્ય ઢોર નજરે પડી રહયા છે..શહેર ના મહંમદ પુરા સર્કલ વિસ્તારમાં કેટલાય ઢોર કેટલાય દિવસોથી જોવા મળી રહ્યા છે..સાથે જ બાયપાસ .શક્તિનાથ. તુલસીધામ સહિત ના વિસ્તારોમાં રખડતા જોવા મળી રહ્યા છે..જેના કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે….
ભરૂચ ના બાયપાસ ચોકડી વિસ્તાર  માં આજ રોજ સવારે રખડતા ઢોર નો મૃતદેહ રસ્તા વચ્ચે જોવા મળ્યો હતો જેમાં જાણવા મળ્યા મુજબ કોઈક વાહન ની અડફેટે ઢોર નું મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે..સાથે જ સ્થળ ઉપર અન્ય પણ કેટલાય રખડતા ઢોર જોવા મળ્યા હતા જે નફ્ફટ બનેલા વહીવટી તંત્ર ની પોલ ખોલી રહ્યા છે..કારણે કે શહેર માં ઢોર ના કારણે પહેલા શહેર ના લોકો જીવ પર જીવ નો જોખમ હતો પરંતુ હવે તંત્ર ના પાપે ઢોરો જીવ ગુમાવવા મજબુર બન્યા હોય તેમ લાગી રહ્યું છે ..ત્યારે શહેર માં રખડતા ઢોરો ને સુરક્ષિત સ્થાન ઉપર ક્યારે તંત્ર દ્વારા જાગૃતિ દર્શાવવામાં આવશે તે બાબત હવે જોવી રહી છે….. !!

LEAVE A REPLY