Proud of Gujarat
FeaturedEducationGujaratINDIAUncategorized

મહાસાગર ફાઉન્ડેશન ભરૂચ દ્વારા છાત્રોનો સન્માન સમારોહ યોજાયો…

Share

 
તારીખ ૨૨ ફેબ્રુઆરી ગુરૂવારના રોજ ભરૂચ શહેરના જંબુસર બાયપાસ વિસ્તારમાં આવેલ મહાસાગર ફાઉન્ડેશન દ્વારા GPSC વર્ગ 2 ની પરીક્ષા ઉત્તિર્ણ થનાર ફરહીનબાનું ફારૂક પટેલ જેઓએ GPSC વર્ગ 2 માં  એકાઉન્ટ ઓફિસર તથા કોમશિયલ ટેક્ષ ઓફિસરની અને મોહંમદ અાસીફ મોહંમદ ઇકબાલ શેખ જેઓએ GPSC વર્ગ -2  માં  ડેપ્યુટી સેક્શન ઓફિસરની પ્રીલીમીનરી પરીક્ષા પાસ કરી સમાજ અને સંસ્થાનું નામ રોશન કરેલ છે. તે બદલ છાત્રોનું મનોબળ વધારવા મહાસાગર ફાઉન્ડેશન દ્વારા બન્ને છાત્રોનું ટ્રોફી આપી સન્માન કરાયું હતું અને સંસ્થા દ્વારા તેઓ હજુ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી  સમાજ લક્ષી કામ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી  હતી.
આ પ્રસંગે મહાસાગર ફાઉન્ડેશનના પ્રમુખ દીલાવર બચ્ચાએ જણાવ્યું હતું કે મહાસાગર ફાઉન્ડેશનના વર્ગોમાં આવતા તમામ છાત્રોને તનતોડ મહેનત કરી આવી સરકારી ઉચ્ચ હોદ્દાઓની પદવી મેળવે અને આગળ વધતા રહી સમાજનું અને દેશનું ગૌરવ વધારતા રહે.  તેમજ ક્લાસ-૨ ઓફિસર બનેલ ફરહીનબાનુ ફારૂક પટેલે જણાવ્યું કે સમયની સાથે કદમ મિલાવી મહેનત કરતા રહેશો તો અવશ્ય સફળતા મળશે.
આ પ્રસંગે સમયનું બલિદાન આપી ઉપસ્થિત યુ.કે.થી પધારેલ મહેમાનો અબ્દુલ અઝીઝભાઈ બાજીભાઈ, મહમંદભાઈ બંગલાવાલાનો મહાસાગર ફાઉન્ડેશનની ટીમ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ઉપપ્રમુખ ઈબ્રાહીમ બાજીભાઈ ,અમીનભાઈ પાતરાવાલા, મુસ્તાક ગોરજી, અનીસાબહેન જરીવાલા, અને મોહસીન પટેલ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા…

Share

Related posts

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક પાણીના ભોંયરામાં પડી જતા મહિલાનું મોત.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગની પ્રથમ એઆઈ-સંચાલિત ડિજિટલ કેમ્પેઈન ‘ક્લેઈમ યોર કાલ્મ’ શરૂ કરી

ProudOfGujarat

શહેરાના ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નસીઝનમાં બેન્ડબાજાના વ્યવસાયમાં મંદી ! ડી.જે.નુ વધતુ ચલણ કારણભુત?

ProudOfGujarat
error: Content is protected !!