Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર નજીકના એક ગામમાં એક સગીરા પર પાંચ જેટલા નરાધમોએ ગેંગ રેપ કર્યો હતો:  પોલીસ ફરિયાદ નોંધાઈ

Share

 

 

Advertisement

મળતી માહિતી મુજબ ત્રણ વ્યક્તિઓએ સગીરા પર ગેંગ રેપ કર્યો હતો જ્યારે અન્ય ૨ એ આ બનાવામાં મદદગીરી કરી હતી. સમગ્ર ગુજરાત માટે અને ખાસ કરીને ભરૂચ જીલ્લા માટે આ બનાવ ખુબ શરમજનક કહી શકાય સ્ત્રી સશક્તિકરણ વાતો કરનાર ગુજરાત સરકારના રાજમાં સગીરા પર ગેંગ રેપ થઇ રહ્યા છે.

બનાવમાં ભોગ બનનાર સગીરાની શારીરિક તબીબી પરીક્ષણ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતી. બનાવ અંગે અંકલેશ્વર સીટી પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ગેંગ રેપનો બનાવ બન્યો છે. મળતી માહિતી પ્રમાણે બકરા ચારવા જતી એક સગીરા પર નરાધમોએ સિંગમાં ખેંચી જઈ ગેંગ રેપ ગુજાર્યો હતો. પરંતુ તેવામાં સગીરાનો ભાઈ આવી જતાં ભરૂચ અને ગુજરાતના કલંક સમાન આ બનાવ ની વિગતો સપાટી પર આવી હતી.

અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુણો નોંધાતા આ ૫ નારાધામાં નામ સામે આવ્યા છે. (૧) રાહુલભાઈ નરેશભાઈ વસાવા (૨) પકંજ મનું વસાવા (૩) જુગલ ધર્મેશ વસાવા (૪) કરણ ગણેશ વસાવા તેમજ (૫) મયુર ગોવિંદ વસાવા તમામ રહેવાસી નવા છાપરા તા.અંકલેશ્વર જી.ભરૂચઆઓ અંગે ફરિયાદ નોંધાવા પામી છે.

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તાર માં બનેલા છેલ્લા ૨૪ કલાક માં મહિલાઓ સાથે બનેલા બે જેટલા ચકચારી અલગ અલગ બનાવો કાયદા અને વ્યવસ્થા સામેં સવાલો ઉભા કર્યા છે….. હાલ તો જીલ્લા માં બે ફામ બનેલા ગુનેગારો કેટલી હદે પોલીસ સામે પડકાર ફેંકી રહ્યા છે તે પ્રકાર ની ચર્ચા આ પ્રકાર ની ઘટનાઓ બાદ થી જીલ્લા માં ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે………

હવે જોવું રહ્યું કે ભોગ બનનાર સગીરા ના ફરાર નરાધમ પાપી ઓ ને અંકલેશ્વર ની કહેવાતી બાહોસ શહેર પોલીસ ક્યારે અને કેટલા સમયમાં ઝડપી પાડી સમગ્ર પ્રકરણ નો ભેદ ઉકેલે છે ????


Share

Related posts

ભરૂચના વડદલા ગામના પાવરલિફ્ટર સમસાલ ઈદ્રીશ પટેલે વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતી વધાર્યું ગૌરવ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિનની ઉત્સાહભેર ઉજવણી

ProudOfGujarat

ભરૂચમાં ખૂબ નાની વયમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બાળકી દુર્વા મોદીએ 365 દિવસમાં 365 વૃક્ષ વાવવાનો સંકલ્પ પૂર્ણ કરતા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ પર કલેકટર તુષાર સુમેરા દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat
error: Content is protected !!