જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેદ્રસિંહ ચુડાસમાએ ચાર્જ સંભાળ્યા બાદ થી અંધારી આલમ ના તત્વો અને ગુનેગારો ની દુનિયા ધ્રુજી ઉઠી છે..ત્યારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી જેમાં  8  જેટલી લક્ઝુરિયસ કાર સહિત 6 જેટલા આરોપીઓ ને પણ ઝડપી પડાયા હતા …તેમજ અંદાજિત કરોડો નો મુદ્દામાલ રિકવર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ભારે ખળભળાટ વ્યાપી ગયો હતો…..
બિન્દાશ અને બેખોફ અંદાજ માં કોઈ મંત્રીનો કાફલો આવતો હોય તેમ બુટલેગરોની વિદેશી દારૂ ભરેલ કારો ના કાફલા ને પોલીસે ફિલ્મી અંદાજ આ ઝડપી પાડી હોવાની માહિતી મળી રહી છે…હાલ ક્રાઇમ બ્રાંચ ની ટીમે મુદ્દામાલ ને ઝડપી પાડી આ દારૂ નો જથ્થો કોનો છે અને ક્યાં થી કયા જઇ રહ્યો હતો અને ક્યા બુટલેગર નો છે તે દિશામાં તપાસ હાથધરી કાયદેસર ની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી હતી…હાલ સમગ્ર મુદ્દામાલ ની ગણતરી ચાલી રહી છે તેમજ કરોડો નો મુદ્દામાલ નીકળે તેવુ અનુમાન લગાવાઈ રહ્યું છે…ત્યારે ક્રાઇમ બ્રાંચ ના દરોડા થી બુટલેગરો માં ફફડાટ ની લાગણી છવાઈ જવા પામી છે…

LEAVE A REPLY