ગુરુવારના રોજ રજુ થયેલા કેન્દ્રિય બજેટ અંગે  ભરૂચ-અંકલેશ્વરમાં  મિશ્ર પ્રતિસાદો સાપડયા છે. મોટા ભાગના વિશ્લેષકોના મત મુજબ બજેટ ગુજરાતની ચુંટણીના પરિણામોને અનુલક્ષીને રજુ કરાયું છે.

“આ બજેટ કૃષિ અને મધ્યમવર્ગીય વર્ગને અનુલક્ષીને રજુ કરાયું છે. ઉદ્યોગોને સીધો ફાયદો નથી પરંતુ કૃષિક્ષેત્રે જે રાહત અપાઈ છે એનાથી અને મધ્યમવર્ગીય પરિવારો માટેના બજેટથી બચત થશે કોઈપણ કંપની ઉપભોક્તા પર નિર્ભર કરે છે. ઉપભોક્તાની પાસે બચત હોય તો ખરીદ શક્તિ વધે અને ઉદ્યોગોને ફાયદો થાય એ રીતે જોતા બજેટ આવકારદાયક છે અને આડકતરો લાભ ઉદ્યોગોને મળશે.”

– એન. કે. નાવડિયા, અગ્રણી ઉદ્યોગપતિ, અંકલેશ્વર.

“બજેટ જોતા આ બજેટ ગુજરાતના પરિણામોને જોઇને તૈયાર કરાયું હોય એમ વધુ લાગે છે. વેપારીઓ માટે બજેટ માં કોઈ લાભ નથી. વેપારીવર્ગમાં ઉત્સાહ વધે એવું પણ કઈ નથી. ટેક્સ સ્લેબમાં વધારો કર્યો હોત તો સારું રેહ્તે.”

– અરુણ ગાંધી (ઉપપ્રમુખ, અંકલેશ્વર વેપારી મંડળ)

“આ બજેટ આઝાદી પછીનું સારામાં સારું બજેટ છે. ખાસ કરીને આરોગ્ય અને કૃષિક્ષેત્રે જે રીતે સુધારી કરીને બજેટ રજુ કરાયું છે એ જોતા શ્રેષ્ઠ બજેટ કરી શકાય. કૃષિ ક્ષેત્રે લગતના નાંણા ખેડૂતને મળશે જેથી દેવાદાર બની આત્મહત્યા કરતા ખેડૂતોની પરિસ્થિતિમાં ઘણો સુધારો આવશે. ઓવરઓલ આ બજેટ ગરીબ-મધ્યમવર્ગીય અને કૃષિક્ષેત્રે કાર્યરત ખેડૂતો ને માટે આદર્શ છે.”

  • જયંતી લાલ કે શાહ (ચાર્ટડ એકાઉટન્ટ, અંકલેશ્વર)

“બજેટમાં બિલ્ડર્સ માટે કપરી પરિસ્થિતિ છે. બે અપેક્ષ વતી કે એફોડેબલ હાઉસિંગમાં જમીનની મર્યાદા ૬૦ મીટરથી ૯૦મીટરની કરશે અને માં ઘટાડો થશે. આ બેય અપેક્ષઓ સંતોષાય નથી. આથી સામાન્ય માણસ માટે મકાન મોંઘા થશે તથા અન્ય મળી ને ૩૫% જેટલા ટેક્સ બધી જશે. આ બજેટ નિરાશાજનક છે.”

  • હસમુખભાઈ પટેલ (સ્થપિત , અંકલેશ્વર)

“ભારતના ૧૨૫ કરોડ લોકોમાંથી જે બોટમ લેવલના નાગરિકો છે. એના માટે આ સર્વોત્તમ છે. ફાર્મા સેકટર કે અન્ય કંપનીને વેગ મળશે એ શક્ય નથી લાગતું જે ગતિ ઈ ઉદ્યોગો ચાલે છે એમ જ ચાલતા રહેશે.”

-ધનસુખ ગાંધી (વાઈસ પ્રેસિડેન્ટ, લુપીન લીમીટેડ)

“ખેડૂતોને દેવા મુક્ત કરવા માટે તેમજ ખેતી ઉત્પાદનમાં ખર્ચથી દોઢ ગણા મૂલ્યની ખરીદ કીમત માટે કોઈ પ્રબંધ બજેટમાં કરાયો નથી. ખેડૂતોને ઉત્પાદન ખર્ચનો દોઢ ગણો ભાવ આપવાની જાહેરાત તો કરાઈ છે પરંતુ ભાવ કોણ આપશે સરકાર કે એ.પી.એમ.સી. એ પણ સ્પષ્ટ કરાયું નથી. આ ઉપરાંત પાક વિમાની રકમ, પાક નુકસાનીનું વળતર, ખેડૂત પેન્શન માટેની ધનરાશી વગેરેની વ્યવસ્થા બજેટમાં નથી. આખુયે બજેટ ખેડૂત લક્ષી નહિ પરંતુ ખેડૂતો ને કરજદાર બનાવનારું છે.”

  • યાકુબ ગુરજી (કો-ઓરડિનેટર ખેડૂત હિતરક્ષક દળ, ભરૂચ )

મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની વાત કરીએ તો બજેટ નિરસાજનક છે. મહિલાઓને રોજગાર અંગે કોઇપણ જાહેરાત કરાઈ નથી. હાલની પરિસ્થિતિમાં મહિલાઓને સુરક્ષાની જરૂર છે. એ અંગે પણ કોઈ પ્રાવધાન નથી. જે અફસોસ જનક બાબત છે.

-ધ્રુતા રાવલ (મહિલા અગ્રણી, ભરૂચ )