ગ્રામિણ વિસ્તારમાં વધી રહેલી ક્રિકેટની ઘેલછા રાષ્ટ્ર માટે વરદાનરૂપ પુરવાર થઇ રહી હોય એમ લાગી રહ્યું છે. પાલેજ નજીક અાવેલા કરજણ તાલુકાના વલણ ગામનો વતની અને છેલ્લા ત્રણ વર્ષથી ભરૂચ તાલુકાના હિંગલોટ ગામમાં મામાના ઘરે વસવાટ કરતા ૨૦ વર્ષીય સફ્વાન દાઉદ પટેલ વડોદરા ના બરોડા ક્રિકેટ એસોસિએશન ખાતે સિલેક્ટ થઈ ભારતભરમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છે.

બરોડા ક્રિકેટ એસોસીએશન તરફથી અંડર ૧૯ ટિમમાં વિનુ માંકડ, વેસ્ટઝોન, કૂચ બિહાર ક્રિકેટ ટુર્નામેન્ટ માં ધમાકેદાર બોલિંગ કરી છવાયો હતો. યુવન અને ઉભરતા સફવાન પટેલની બોલીંગ પરફોર્મન્સ અને ક્રિકેટ પ્રત્યેની રૂચિ પારખી BCA તરફથી તેને ચેન્નાઈ ખાતે એમ.આર.એફ પેસ ફાઉન્ડેશનમાં  ટ્રાયલ માટે મોકલવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ગુજરાત અને રાષ્ટ્રમાંથી પણ અન્ય ક્રિકેટ ખેલાડીઓ ચેન્નાઇ આવ્યા હતા.
ચેન્નાઈ ખાતે ઓસ્ટ્રેલીયન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાની અધ્યક્ષતામાં પસંદ કરાયેલ ૧૫ ખેલાડીઓમાં સફવાન પટેલનો પણ સમાવેશ થયો છે, સમગ્ર ગુજરાતમાંથી ફક્ત સફવાન પટેલ સિલેક્ટ થયો છે. આગામી ૨૪મી માર્ચે તે ફીટનેસ ટેસ્ટ અને બોલીંગ માટે એમ.આર.એફ પેસ ફાઉન્ડેશનમાં જવા રવાના થનાર છે. સફ્વાન પટેલે તેની એમ.આર.એફ પેસ ફાઉન્ડેશનમાં 3 મહિના ફિટનેસ પ્રેક્ટિસ ચાલશે અને ચોથા મહિના આંતરાષ્ટ્રીય કક્ષાની બોલિંગ પ્રેક્ટિસ કરાવામાં આવશે.
સફ્વાન પટેલે તેની એમ.આર.એફ પેસ ફાઉન્ડેશનમાં પસંદગી થવા બદલ હર્ષની લાગણી સાથે પરિવારજનો અને એના ક્રિકેટ કોચ સહિત તમામને શ્રેય આપ્યો હતો અને આવનાર કારકિર્દીના દિવસોમાં રણજી ટ્રોફી થી લઈ આંતરાષ્ટ્રીય કક્ષા સુધી ભારતીય ટીમમાં સફ્વાને રમવાની ઉમિદ વ્યક્ત કરી હતી.

 

સફવાન પટેલની એમ.આર.એફ પેસ ફાઉન્ડેશનમાં સિલેક્શન થવાના સમાચાર ઇખર ગામના ક્રિકેટર મુનફ પટેલ ને મળતા મુનફ પટેલે સફવાન ને શુભેચ્છા આપી કારકિર્દીમાં મદદરૂપ થાઈ એવું માર્ગદર્શન પૂરું પાડવાની ખાતરી આપી હતી……
ભરૂચના ઇખર ગામના મુનાફ પટેલે રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામવા સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમનો પણ સદસ્ય રહી ચુકીને ભરૂચ જિલ્લાનું નામ વિશ્વ કક્ષાએ મૂક્યું હતું, ત્યારે હવે ૧૩૫ કિલો મીટરની ઝડપથી પણ વધુ ઝડપે લેફ્ટ હેન્ડ બોલીંગ કરતો સફ્વાન પટેલ આગામી દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન પ્રાપ્ત કરે તો નવાઈ નહીં…..

(હારૂન પટેલ)

LEAVE A REPLY