દિવ સાઉદવાડી ખાતે સરકાર દ્વારા ફેન્સીંગ મારવામાં આવતા ખેડૂતો અને પ્રશાશન વચ્ચે હોબાળો…..!!!!

દિવ માં સાઉદવાડી ફોરેસ્ટ વિસ્તાર માં જે સરકાર દ્વારા કબ્જે લેવામાં આવ્યો હતો તે જમીન પર દિવ પ્રશાશન દ્વારા ફેન્સીંગ મારવાની કાર્યવાહી હાથધરવામાં આવી હતી……..
દિવ કલેકટર હેમંત કુમાર.ડે કલેકટર અપૂર્વ શર્મા.એસ પી વિપુલ અનેકાંત અને પોલીસ ફોર્સ પેરા મીલેટ્રી.ધ્રુતબલ.IRB.R.A.F વગેરે ટિમ લઇ ફેન્સીંગ કરવામાં આવી હતી…….
ફેન્સીંગ દરમિયાન ખેડૂતોને ૧૪૪ કલમ સંદર્ભે ગ્રુપ બનાવી ભેગા થવા દેતા ન હતા. .લોકો પોતાની જમીન પરથી પણ દલબલ દાદાગીરી થી તેઓને હટાવતા હતા …
કાર્યવાહી દરમિયાન સેસન કોર્ટ દ્વારા જમીન પર પ્રશાશન ની કાર્યવાહી ને રૂકાવટ બનતા જમીન ને યથાવત રાખવા જણાવ્યું હતું..જે ફેસલા થી ખેડૂતોમાં ખુશી ની લહેર દોડી ગઇ હતી…અને કોર્ટ નો પણ આભાર માન્યો હતો.
ખેડૂતો એ જણાવ્યું હતું કે અમે વારંવાર રજૂઆત કરતા હતા કે અમને માલિકી નો હક નથી જોતો પરંતુ અમને ખેતી કરવાનો હક આપવામાં આવે આ જમીન બંજર જમીન હતી..જેને અમે લેવલ કરી લીલીછમ કરી હતી..અમારી બાપ દાદા વખત થી આ જમીન ઉપર ખેતી કરી રહ્યા છે.જેથી આજ જમીન પર ખેતી નો હક આપવામાં આવે ….

LEAVE A REPLY