Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

હવે બધા અધિકારીઓ જાગશે કેમ કે હવે ચૂંટણી પુરી

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહી હતી. ત્યારે જ દિલ્હી દરબારમાંથી આયકર વિભાગને ચૂંટણી સુધી શાંતિ રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા. ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. જયારે બીજી તરફ હવે આયકર વિભાગની ટીમે જે કરદાતાઓની સ્ક્રૂટીની અને એસેસમેન્ટ હતા તે પણ લગભગ પૂર્ણ કરી દીધા છે. હવે આયકર વિભાગના અધિકારીઓ માત્ર દિલ્હીથી અપાયેલા રૂપિયા ૪૬૮૩૮ કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા જ કામે લાગી જશે.

વર્ષ ૨૦૧૮ની શરૂઆતથી જ આયકર વિભાગના અધિકારીઓ એકશન મોડમાં આવી જશે. ઘણા સમયથી શાંતિ રાખીને બેઠેલા અધિકારીઓએ પડતર તપાસોની સાથે સાથે મોટા કરચોરોના તમામ આર્થિક વ્યવહારો પર વોચ ગોઠવી દીધી હતી. તેમણે કરેલા તમામ વ્યવહારોની વિગતો તૈયાર થઇ ગઇ છે. હવે સર્ચની કામગીરી કરવા માટેના આદેશની જ અધિકારીઓ રાહ જોઇ રહ્યા છે.આટલું જ નહિ પરંતુ નોટબંધી બાદ માલેતુજારો અને જેમની પાસે બેહિસાબ કાળું નાણું હતું તેમણે મોટા હવાલા પાડીને બેનામી સંપત્તીઓ ખરીદી લીધી છે. આ સંપત્તિ શોધવા માટે ગુજરાત આયકર વિભાગે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની પણ રચના કરી છે. આ ટીમ દ્વારા ગુજરાતમાં કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ શોધી કાઢવામાં આવી છે. ગુજરાતના મોટા વેપારીઓ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓએ જે ગુજરાત બહાર પણ જે બેનામી સંપત્તિ ખરીદી છે. તેની પણ વિગતો આયકર વિભાગની ટીમે એકત્રિત કરી લીધી છે તેથી હવે માટે દિલ્હીથી ઇશારો થતા જ આ મિલકતો ટાંચમાં લેવાની કામગીરી શરૂ કરાશે.

Advertisement

નોટબંધી બાદ કરોડો રૂપિયાના વિદેશમાં RTGS થઇ ગયા છે. જે કયા બિલની સામે કરવામાં આવ્યા તેની તપાસ ચાલી રહી છે. સાથે સાથે વર્ષોથી શુષુપ્ત રહેલા ખાતાઓમાં જે નોટબંધી બાદ એકદમ એકિટવ થઇ ગયા હતા. તેની પણ ચાલી રહેલી તપાસ વેગવંતી બનશે. RTGS અને અન્ય ગોઠવણમાં ઘણી બેંકના મેનેજરો અને કર્મચારીઓની પણ સંડોવણી બહાર આવી રહી છે. જેની પણ તપાસ વેગવંતી બનાવવામાં આવશે. આયકર વિભાગની સિનિયર ઓફિસરોના જણાવ્યા મુજબ હાલતો ટેકસ કલેકશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જોકે જેમણે કરચોરી કરી છે તેમની સામે ચોક્કસ કડક પગલાં લેવામાં આવશે

સૌજન્ય (અકિલા)


Share

Related posts

અંકલેશ્વર-સંજાલી ગામ ખાતે 26 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું,પ્રેમ સંબંધ માં નિષ્ફળતા મળતા યુવકે કર્યો આપઘાત.!!

ProudOfGujarat

ભરૂચ : કરણી સેના દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ કરાયો…

ProudOfGujarat

આ ખરાબ આદતને કારણે આ રાશિની છોકરીઓને ક્યારેક ભયંકર પરેશાનીનો સામનો કરવો પડે છે…જાણો.

ProudOfGujarat
error: Content is protected !!