(કાર્તિક બાવીશી )સાબરકાંઠાના ઢુંઢર ગામમાં ૧૪ મહિનાની બાળા સાથે એક પરપ્રાંતિય શખ્‍સે દુષ્‍કર્મ ગુજારતાં એ વિસ્‍તારમાં ઠેર-ઠેર પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાઓ શરૂ થઇ ગઇ હતી. આ ઘટનાના પડઘા સુરેન્‍દ્રનગરના પાટડીના ખારાઘોડા ગામે તથા કોડીનારના છારા ગામે પણ પડયા છે. અહિ પરપ્રાંતિયને નિશાન બનાવાયા હતાં. વલસાડ શહેર જીલ્લામાં પરપ્રાંતિય મજૂરો સાથે કોઇ ઘટના ન બને તે માટે આવા મજૂરો જ્‍યાં રહે છે તે વિસ્‍તારોમાં પોલીસે પેટ્રોલીંગ શરૂ કર્યુ છે અને આ વિસ્‍તારના બીજા લોકોને પણ પોલીસે બોલાવીને સુલેહશાંતિનો ભંગ ન થાય તે જોવા માટે અપિલ કરી સમજાવ્‍યા છે. પરપ્રાંતિય લોકોને કોઇપણ જાતની અફવામાં ન આવવા અને શાંતિ જાળવવા તેમજ જરૂર જણાયે પોલીસનો સંપર્ક કરવા વલસાડ જિલ્લા પોલીસે જણાવ્‍યું હતું. જેમા વલસાડ જિલ્લા પોલીસ વડાનું માર્ગદર્શન અને વલસાડ જિલ્લા પોલીસે શાંતિ નો સંદેશ આપ્યો જેમા ડીવાઈએસપી પટેલ ,વલસાડ સિટી પીઆઈની હાજરી જેમા વલસાડ જિલ્લા પોલીસના કર્મચારી જોડાયા હતા

LEAVE A REPLY