આજ રોજ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે પચ્છિમ રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તાએ મુલાકાત લીધી હતી .એનુયલ ઇન્સ્પેકશન દરમિયાનની મુલાકાતમાં રેલ્વેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તાએ જણાવ્યું હતું કે ભરૂચ રેલવે સ્ટેશન પરથી જતા-આવતા તમામ મુસાફરોની સુખ-સુવિધાઓમાં વધારો કરાશે .

આ અગાવ ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ રેલવે સલાહકાર સમિતિના જીતેન્દ્ર રાજપૂત દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનના નવીનીકરણ તેમજ વિવિધ રેલવે એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ અંગે રજુઆત કરાય હતી .

રેલવે મંત્રી પિયુષ ગોયલ તેમજ જનરલ મેનેજર એ.કે.ગુપ્તા સમક્ષ રજૂઆતો કરાતાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે બાંદ્રા-જયપુર સુપરફાસ્ટ ટ્રેન ,અજરત નિજામમુદીન,ગરીબ રથ,સુરત-મુજફરપુર તથા બાંદ્રા -ગોરખપુરને સ્ટોપેજ આપવા રજુઆત કરવામાં આવી હતી .

આ ઉપરાંત અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે દેહરાદૂન-કોચીવેલી,અમરુતસર કોચીવેલી ,નિજામમુદીન-તિવેન્દ્રમ સુપર ફાસ્ટ તેમજ મેરૂતસાગર જેવી સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ માટે પણ પચ્છિમ રેલ્વેના ZRUCC સભ્ય જીતેન્દ્ર રાજપૂત દ્વારા અસરકારક રજુઆત કરવામાં આવી હતી .

આ ઉપરાંત પાલેજ ખાતે દાદરા-અજમેર ટ્રેનના સ્ટોપેજ અને કરજણ ખાતે અંડર-પાસ બનાવવા અને રાત્રીના ૧૨ કલાકથી સવારના 6 કલાક સુધી કરજણ ખાતે વિવિધ ટ્રેનોના સ્ટોપેજ મળે તેવી રજુઆત કરાય હતી .જેના સાનુકૂળ પ્રત્યાઘાત પડે તેવી સંભાવના છે .

LEAVE A REPLY