Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસરમાં દહેજની માંગણી અને શારીરિક-માનસિક ત્રાસનો આક્ષેપ: પતિ સહિત ત્રણ સામે ફરિયાદ : દેરાણી-જેઠાણી વચ્ચેના વિવાદ બાદ પતિ, દિયર અને સસરા દ્વારા મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂક્યાનો પરિણીતાનો આક્ષેપ

Share

જંબુસર :

જંબુસર તાલુકાના ટંકારી ગામની ચકલા સ્ટ્રીટમાં રહેતા પરિણીતાએ પોતાના પતિ, દિયર અને સસરા સામે શારીરિક તથા માનસિક ત્રાસ આપવાની અને દહેજના સ્વરૂપે પૈસાની માંગણી કરવાની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાના આક્ષેપ મુજબ, પતિ સહિતના સાસરિયાઓએ તેની સાથે મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી તેમજ પરત ન આવવા અને જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

Advertisement

ફરિયાદ મુજબ, ૩૫ વર્ષીય નજરાના મહેબુબ ઇલ્યાસ પટેલનાં લગ્ન આશરે ૧૪ વર્ષ પહેલાં મહેબુબ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયાં હતાં. લગ્નજીવન દરમિયાન તેમને ૧૩ વર્ષનો એક પુત્ર છે. લગ્ન બાદ તેઓ સંયુક્ત કુટુંબમાં રહેવા ગયાં હતાં. તેમના પતિ લગ્ન પહેલાં લંડન રહેતા હતા અને લગ્નના ચાર મહિના બાદ ફરી વિદેશ ગયા હતા. આ દરમિયાન પતિ દ્વારા માતા પાસેથી પૈસા લાવી આપવાની માંગણી કરવામાં આવતી હોવાનો પરિણીતાએ આક્ષેપ કર્યો છે. પૈસા લાવવાની ના પાડતાં પતિ સાથે બોલાચાલી થતાં તેમણે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું.

ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, ઘરકામ બાબતે સાસુ સાથે થયેલા ઝઘડા દરમિયાન દિયર ફેજલે મારઝૂડ કરતાં પરિણીતા પિયરમાં જતી રહી હતી. આશરે ત્રણ વર્ષ બાદ સમાધાન થતાં તેઓ ફરી સાસરીમાં પરત ફર્યાં હતાં. પતિ પાંચ મહિના પહેલાં ભારત પરત આવ્યા બાદ તેમના પર શંકા રાખતા અને ઘરની બહાર જવા દેતા ન હોવાનો પણ આક્ષેપ છે. સસરા ઘરકામની નાની-નાની બાબતોમાં ગાળો આપતા અને દિયર પતિને ચઢામણી કરતા હોવાની ફરિયાદમાં વિગતો આપવામાં આવી છે.

તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ દેરાણી સાથે જેઠના રૂમમાં આવવા-જવા અને કપડાં ઇસ્ત્રી કરવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સાંજે પતિ ઘરે આવતાં આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન પતિએ ઘરમાં રહેવું હોય તો રહેવા અને નહીં તો જતાં રહેવા જણાવ્યું હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ દિયર અને સસરાએ પણ મારઝૂડ કરી હતી અને પતિ તથા સસરાએ ઘરમાંથી જતાં રહેવા તેમજ ફરી પરત આવતાં જીવતી સળગાવી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદમાં નોંધાયું છે.

આ બનાવ બાદ પરિણીતા પિયરમાં રહેવા જતી રહી હતી. તેમણે પતિ મહેબુબ ઇલ્યાસ પટેલ, દિયર ફેજલ ઇલ્યાસ પટેલ અને સસરા ઇલ્યાસ અબ્દુલ ઈશા પટેલ સામે શારીરિક-માનસિક ત્રાસ, મારઝૂડ, ધમકી અને દહેજના સ્વરૂપે પૈસાની માંગણી અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની સત્યતા પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.


Share

Related posts

અંકલેશ્વરના નવા દિવા ગામ નજીક આવેલ પ્લોટ વિભાગ પટેલ ફળિયાના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો.

ProudOfGujarat

ભરૂચ : મોફેસર જીન કંપાઉન્ડ વિસ્તારમાંથી જુગાર રમતા 6 ઇસમો 4,50,500 નાં મુદ્દામાલ સાથે ઝડપાયા.

ProudOfGujarat

નર્મદા ક્લીન ટેંકના કર્મચારીઓએ કંપની વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!