ભરૂચ: ભરૂચ તાલુકાના નવાદેરા ગામ સ્થિત રાધા વલ્લભ મંદિરે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ઠાકોરજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ મંદિરે પહોંચી દર્શન કરી ધર્મલાભ મેળવ્યો હતો.
Advertisement
ગુરુપૂર્ણિમા નિમિત્તે મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. ઠાકોરજીના વિશેષ શણગારના દર્શન માટે દિવસભર ભાવિકોની અવરજવર જોવા મળી હતી. ભક્તિમય વાતાવરણ વચ્ચે ભક્તોએ પ્રાર્થના કરી ગુરુ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આગામી તહેવારોને અનુલક્ષીને મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તમામ ભાવિકોને આ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી દર્શન તથા ધર્મલાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.
