Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાઈરસ પછી નવો રોગ મ્યુકર માઈકોસિસનો પગ પેસારો થયો.

Share

👉 મ્યુકર માઈકોસિસના રોગથી પાટડીના 58 વર્ષના આધેડનું અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી.

👉 સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાના કહેર વચ્ચે મ્યુકર માઈકોસીસથી પ્રથમ મોતથી લોકોમાં ફફડાટ સાથે ભયની લાગણી ફેલાઈ જવા પામી.

Advertisement

ગુજરાત રાજય સહિત સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાઈરસની બીજી લહેર ઘાતક તરીકે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય પથંકમાં પણ પગ પેસારો કરી હાહાકાર મચાવ્યો છે અને ગ્રામ્ય પથંકમાં કોવિડ કેર સેન્ટરો પણ કોરોના પોઝીટીવ દર્દીઓથી ઉભરાયેલા નજરે પડી રહ્યાં છે. ત્યારે પાટડી ખાતે રહેતા અને ડ્રાઈવીંગની નોકરી કરતા 58 વર્ષના આધેડ અરજણભાઈ દાનાભાઇ ઠાકોરને 10 દિવસ અગાઉ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા સારવાર અર્થે પાટડી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં એમનું ઓક્સિજન લેવલ ઓછું થતાં હાલત નાજૂક બનતા એમને વધુ સારવાર અર્થે અમદાવાદ સોલા સિવીલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એમને સારવાર દરમિયાન ફંગલ ઇન્ફેકશન એટલે કે મ્યુકર માઇકોસિસ થતાં એમને ત્યાંથી અમદાવાદની અસારવા સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઠાકોર સમાજના આધેડ ઉંમરના વ્યક્તિનું સારવાર દરમિયાન એમનું અકાળે અવસાન થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાની કહેર વચ્ચે મ્યુકર માઇકોસિસથી પહેલી મોતની ઘટનાથી લોકોમાં ફફડાટની સાથે ભયની લાગણી ફેલાઈ જવા પામી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

રાજ્યની સ્કૂલોમાં 2000 આચાર્યની જગ્યા ખાલી : એપ્લિકેશન કરવા માટે માત્ર 5 દિવસ બાકી.

ProudOfGujarat

ભર ઉનાળા વચ્ચે ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં સર્જાતી લૉ વોલ્ટેજ અને વીજ કાપ ની સમસ્યા બાબતે જીઈબી ખાતે આગેવાનોની રજુઆત

ProudOfGujarat

લખતરની મહિલાઓનો પાણી પ્રશ્ને લખતર ગ્રામ પંચાયતમાં કર્યો હોબાળો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!