Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નિવાલ્દા પાસે LCBનો મેગા બસ્ટ: ₹79.46 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો :  નર્મદા LCBની તસ્કરો પર તવાઈ: ₹79.46 લાખનો વિદેશી દારૂ સાથે કન્ટેનર કબજે

Share

 

 

Advertisement

નર્મદા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી દેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ખાતે નાયરા પેટ્રોલ પંપ નજીકથી અંદાજે ₹79,46,984ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્ર તરફથી ઘનશેરા ચેક પોસ્ટ મારફતે આવી રહેલા ટાટા આયશર કન્ટેનર (MH-04-JK-9319)ને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી 180 મિલી ક્ષમતાની Royal Blue Malt Whiskyની કુલ 33,552 બોટલો મળી આવી હતી.

પોલીસે ₹64,41,984 કિંમતનો વિદેશી દારૂ, ₹15,00,000 કિંમતનું કન્ટેનર, ₹5,000 કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ ₹79,46,984નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કેસમાં પોલીસે ઓમપ્રકાશ ભાખરારામ બિસ્નોઈ (ઉ.વ. 22, રહે. ઘનોડા, તા. રામસર, જી. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. જ્યારે મહાદેવ રાજપૂતને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી નર્મદા જિલ્લા LCBની ટીમે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના ધનોરા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરા: કોરોના મટ્યા બાદ માથાના દુખાવા અને ખંજવાળથી કંટાળીને મહિલાએ આપઘાત કર્યો

ProudOfGujarat

રાજપીપલા નગરપાલિકા ભુગર્ભ ગટર યોજનાની કામગીરી ઝડપથી તથા ગુણવતાસભર થાય તે માટે સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!