Proud of Gujarat
GujaratFeaturedINDIA

પ‍ાલેજ – નબીપુરમાં રેપિડ એક્શન ફોર્સની ફલેગ માર્ચ યોજાઇ…

Share

પ‍ાલેજ – નબીપુરમાં રેપિડ એક્શન ફોર્સની ફલેગ માર્ચ યોજાઇ…
પાલેજ :- ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી રેપિડ એક્શન ફોર્સ દ્વારા લોકોમાં શાંતિ અને સલામતીની ભાવના ઉદભવે એ હેતુસર ફ્લેગ માર્ચ યોજાઇ રહી છે. જે અંતર્ગત સોમવારના રોજ સવારે ભરૂચ જિલ્લાના પાલેજ નગર ખાતે અાવી પહોંચેલી ડી – 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સના ડેપ્યુટી કમાન્ડટ અખિલેશ કુમાર ચૌબેના નેતૃત્વ હેઠળ પાલેજ નગરના પોલીસ મથક વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી હતી.
તેઓની સાથે પાલેજ પોલીસ મથકના પો. ઇ. જે. જે. વસાવા, એલ. અાઇ. બી. ના એફ. એમ. ઠાકોર પણ જોડાયા હતા. ત્યારબાદ ભરૂચ તાલુકાના નબીપુર ગામમાં પણ રેપિડ એક્શન ફોર્સના જવાનોએ ફ્લેગ માર્ચ યોજી ગામની ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પાલેજ તથા નબીપુરમાં યોજાયેલી રેપિડ એક્શન ફોર્સના જવાનોની ફ્લેગ માર્ચના પગલે લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું…

Share

Related posts

અંકલેશ્વર પ્રાંત અધિકારી દ્વારા અરજદારોને કલાકો સુધી બેસાડી રખાતા કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ : વેજલપુરનાં યુવાનોએ નર્મદા કાંઠે વૃક્ષારોપણનું આયોજન કર્યું.

ProudOfGujarat

ગોધરા બ્લોક કક્ષાનો દિવ્યાંગ બાળકોનો ગરબા મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!