Proud of Gujarat
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ‘ધ SRF સ્કૂલ’નો ભવ્ય શુભારંભ, યુવા પેઢીના સર્વાંગી વિકાસ માટે શિક્ષણના નવા અધ્યાયનો પ્રારંભ : SRF ફાઉન્ડેશન અને શ્રી એજ્યુકેર લિમિટેડના સહયોગથી શરૂ થયેલી શાળાનું જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર કાર્તિક ભારતરામના હસ્તે ઉદ્ઘાટન

Share

ભરૂચ: ભરૂચના શૈક્ષણિક ક્ષેત્રે એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભરૂચમાં ‘ધ SRF સ્કૂલ’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ શાળાનું ઉદ્ઘાટન SRFના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર કાર્તિક ભારતરામના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ માત્ર નવી શૈક્ષણિક સંસ્થાના પ્રારંભ પૂરતો સીમિત ન રહેતાં ભાવિ પેઢીના ઘડતર, પ્રતિભા વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યની દિશામાં મહત્વપૂર્ણ પહેલ બની રહ્યો છે.

SRF ફાઉન્ડેશનના નેજા હેઠળ સ્થપાયેલી આ શાળાને શૈક્ષણિક ક્ષેત્રની નિષ્ણાત સંસ્થા શ્રી એજ્યુકેર લિમિટેડનું માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થયો છે. ‘ધ શ્રી રામ સ્કૂલ’ની મૂલ્યપરંપરા અને શૈક્ષણિક વારસાને આધારે આ શાળામાં ગુણવત્તાસભર અને સર્વાંગી શિક્ષણ પૂરું પાડવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

Advertisement

વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ જ નહીં, પરંતુ તેમની સર્જનાત્મકતા, વિચારશક્તિ, આત્મવિશ્વાસ અને આંતરિક ક્ષમતાઓને વિકસાવવા માટેનું વાતાવરણ પૂરું પાડવાની દિશામાં શાળા કાર્યરત રહેશે.

શાળાના પ્રથમ વિદ્યાર્થીઓના પ્રવેશ સાથે જ્ઞાન, સંશોધન, નવી શોધ અને સિદ્ધિઓની અનેક સફરની શરૂઆત થશે. આ શૈક્ષણિક સંસ્થાના નિર્માણમાં યોગદાન આપનાર તમામનો આભાર વ્યક્ત કરી SRF ફાઉન્ડેશન દ્વારા ભાવિ પેઢીને શિક્ષણના માધ્યમથી સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.


Share

Related posts

ભરુચ : પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ મોકૂફ રખાયો

ProudOfGujarat

માંગરોળ : વાંકલ શાળામાં તાલુકા કક્ષાનો કલા મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

ऋतिक रोशन ने “वॉर” की सबसे बड़ी ओपनिंग के साथ रचा इतिहास !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!