Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ફેસબુક પર ભેંસ વેચવાની રીલ મૂકી અંકલેશ્વરના કર્મચારી સાથે રૂ.53,500ની ઠગાઈ : બે ભેંસ રૂ.1.20 લાખમાં આપવાની લાલચ આપી ટ્રાન્સપોર્ટ અને GPS રિચાર્જના બહાને ઓનલાઇન નાણાં પડાવ્યા, પૈસા મળતાં જ મોબાઇલ સ્વીચ ઓફ કર્યો

Share

અંકલેશ્વર: સોશિયલ મીડિયા પર પશુઓના વેચાણની જાહેરાત મૂકીને લોકો સાથે છેતરપિંડી કરવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના કાપોદરા પાટિયા વિસ્તારમાં રહેતા અને GIDCની કંપનીમાં નોકરી કરતા 41 વર્ષીય કર્મચારી સાથે ફેસબુક પર ભેંસ વેચવાની રીલ મારફતે રૂ.53,500ની ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચેતનભાઈ પરમાર અંકલેશ્વર GIDCની મયુર પ્લાસ્ટિક કંપનીમાં નોકરી કરે છે. ઓક્ટોબર-2026માં તેમણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર ભેંસ વેચવા અંગેની એક રીલ જોઈ હતી. જેમાં ભેંસની કિંમત રૂ.70થી 75 હજાર દર્શાવી સંપર્ક માટે મોબાઇલ નંબર 7988672231 આપવામાં આવ્યો હતો.

Advertisement

ચેતનભાઈને બે ભેંસની જરૂર હોવાથી તેમણે આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. સામેવાળી વ્યક્તિએ બે ભેંસ રૂ.1.20 લાખમાં આપવાનું નક્કી કર્યું હતું. વિશ્વાસ જીતવા માટે તેણે વોટ્સએપ પર આધારકાર્ડ, પાનકાર્ડ અને રાષ્ટ્રીય ગૌરક્ષક સેનાનું પ્રમાણપત્ર મોકલ્યું હતું. જેમાં પોતાનું નામ મંગલ રામુચંદ જાટ અને રાજસ્થાનના જયપુરનું સરનામું દર્શાવ્યું હતું.

ત્યારબાદ તા.5 નવેમ્બરના રોજ ફોન કરી ભેંસો ગાડીમાં લોડ કરી દીધી હોવાનું જણાવી ટ્રાન્સપોર્ટના રૂ.10 હજાર અને GPS રિચાર્જના રૂ.21,500 ભરવા માટે UPI QR કોડ મોકલ્યો હતો. ફરિયાદીએ પ્રથમ રૂ.31,500 ચૂકવ્યા હતા. ત્યારબાદ ફરી GPS રિચાર્જના નામે રૂ.21,500 અને રૂ.500 પડાવી લીધા હતા. આમ, કુલ રૂ.53,500 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા.

જોકે, બીજા દિવસે ભેંસો ઘરે ન પહોંચતાં ફરિયાદીએ સંપર્ક કર્યો હતો. ત્યારે ઠગે વધુ એડવાન્સ નાણાંની માંગણી કરી હતી. શંકા જતાં ફરિયાદીએ પહેલાં ભેંસો મોકલવાનું કહેતાં સામેવાળી વ્યક્તિએ ફોન કાપી મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો.

આ અંગે ફરિયાદીએ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સાયબર ઇ-એફઆઇઆરના આધારે અંકલેશ્વર GIDC પોલીસે તા.27 નવેમ્બર 2026ના રોજ ચેતનભાઈની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

કશિકા કપૂરની સ્પેન વેકેશનની તસવીરો જોઈને તમે તમારું આગામી વેકેશન બુક કરવા ઈચ્છો છો

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં ખામર ગામનાં ઉતરતા ઢાળમાં ટ્રક કોતરમાં ઉતરી જતા અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત.

ProudOfGujarat

બેફામ દોડતા ટેલરના ડ્રાઈવરે બાઈકને ટક્કર મારતાં ચાલકનું સ્થળ પર જ મોત : ભરૂચની નર્મદા ચોકડી પાસે સબર હોટલ સામે બનેલી ઘટના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!