Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વમલેશ્વર-લખીગામ હોડીઘાટની ઓનલાઇન હરાજી સામે રજૂઆત થતાં ગ્રામજનો મેદાનમાં, કલેક્ટરને આવેદનપત્ર : હોડીઘાટના જૂના સંચાલનમાં રૂ.6થી 7 કરોડની ગેરરીતિના આક્ષેપોની તપાસની માંગ, હરાજી પ્રક્રિયા ખોરવવા સામે ગ્રામજનોનો વિરોધ

Share

ભરૂચ: ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામે આવેલા વમલેશ્વર-લખીગામ હોડીઘાટની તાજેતરમાં યોજાયેલી ઓનલાઇન હરાજીને લઈને વિવાદ સર્જાયો છે. હરાજી પ્રક્રિયા વિરુદ્ધ કેટલાક ઇસમો દ્વારા રજૂઆત કરવામાં આવતા વમલેશ્વર ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હરાજી પ્રક્રિયા યથાવત રાખવાની માંગ કરી છે.

ગ્રામજનોએ આવેદનમાં હોડીઘાટના ભૂતકાળના સંચાલનમાં આશરે રૂ.6થી 7 કરોડની નાણાકીય ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો અંગે તપાસની માંગ કરી છે. સરકારી ગ્રાન્ટમાંથી ખરીદાયેલી હોડીઓના સંચાલન, ખાનગી ટ્રસ્ટને સોંપાયેલી જવાબદારીઓ તેમજ આવક-જાવકના હિસાબોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.

Advertisement

વધુમાં, ઓનલાઇન હરાજીની પ્રક્રિયામાં કોઈ ટેકનિકલ કે વહીવટી ગેરરીતિ થઈ હોય તો સત્તાવાર રેકર્ડના આધારે તપાસ કરવામાં આવે, પરંતુ માત્ર કોઈની રજૂઆતના આધારે નિયમસર યોજાયેલી હરાજી પ્રક્રિયા ખોરવવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી છે.

બીજી તરફ, હોડીઘાટમાંથી જિલ્લા પંચાયતને થતી આવકનો હિસાબ જાહેર કરવાની પણ ગ્રામજનોએ માંગ કરી છે. આ આવકમાંથી વમલેશ્વર ગામે આવતા પરિક્રમાવાસીઓ માટે રહેવા, સ્નાન, શૌચાલય અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ વિકસાવવામાં આવે તેવી રજૂઆત કરી છે.

આ ઉપરાંત આશરે 1,500 પરિક્રમાવાસીઓની ક્ષમતા ધરાવતી મંજૂર ધર્મશાળાનું બાંધકામ ઝડપથી શરૂ કરવામાં આવે અને આગામી પરિક્રમા સીઝન પહેલાં કામચલાઉ ડોમની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું છે.


Share

Related posts

રાજપીપલા : જીતનગર ખાતે નંદીકેશ્વર મહાદેવ મંદીરે શ્રાવણ માસમાં સવા લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગ બનાવાય છે.

ProudOfGujarat

વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન અભિયાન, રક્તપિત્તના ૨૩૪ દર્દીઓને સારવાર અપાઈ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે તિરંગા રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!