Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં 424 નવનિયુક્ત વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર એનાયત, શિક્ષકોની ઘટ પૂરાશે : ઝાડેશ્વરના BRC ભવન ખાતે સ્થળ પસંદગી પ્રક્રિયા યોજાઈ; વર્ષ 2005 બાદ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં ભરતી થયાનો શિક્ષણ અધિકારીનો દાવો

Share

ભરૂચ: ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આજે ઝાડેશ્વર સ્થિત BRC ભવન ખાતે ધોરણ 1થી 5ના નવનિયુક્ત વિદ્યા સહાયકો માટે સ્થળ પસંદગી અને નિમણૂક પત્ર વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં કુલ 424 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાઠોડ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે નવનિયુક્ત વિદ્યા સહાયકોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.

Advertisement

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાઠોડે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં 424 વિદ્યા સહાયકોની નિમણૂક થવાથી સ્થાનિક યુવાનોને રોજગારી મળશે તેમજ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર થશે. પરિણામે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકશે. આ ભરતી બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2005 બાદ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વિદ્યા સહાયકોની ભરતી થઈ છે. શિક્ષકોની મોટી ઘટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લીધેલા નિર્ણયથી જિલ્લાના શિક્ષણ ક્ષેત્રને મોટો ફાયદો થશે. આ માટે તેમણે રાજ્ય સરકાર, શિક્ષણ મંત્રી અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓનો આભાર માન્યો હતો.

424 વિદ્યા સહાયકોની નિમણૂકથી ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત હળવી થવાની સાથે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણનો વધુ સારો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.


Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ રાષ્ટ્રીય સેવક સંઘ(RRS)100વર્ષ પૂર્ણ થતાં સંઘ શતાબ્દી વર્ષની સાથે વિજ્યા દશ્મીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

કુલ-૯ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલી બે ઇસમોને કુલ રૂ.૯,૨૫,૫૦૦/- મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મોહબી અને ઘોડી ગામની બહેનોને ડાંગર ઝૂડવાનું મશીનનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!