Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના પીપળીયા-વહીયાલ રોડ પર કન્ટેનર ટ્રક પલટી જતાં મહિલાનું મોત, પતિ અને ત્રણ વર્ષની નવાસીને પણ અકસ્માત નડ્યો : મોટરસાઇકલ પર પત્ની અને નવાસીને બેસાડી જંબુસર જતાં હતા, રોંગ સાઇડમાં ધસી આવેલા કન્ટેનરે બે બાઇકને અડફેટે લીધી; પત્ની ટ્રક નીચે દબાઈ જતાં કરુણ મોત

Share

ભરૂચ: વાગરા તાલુકાના પીપળીયા ગામ નજીક પીપળીયા-વહીયાલ રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડમાં આવી રહેલા કન્ટેનર ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગયો હતો. આ દરમિયાન મોટરસાઇકલ પર સવાર દંપતી અને તેમની ત્રણ વર્ષની નવાસી અકસ્માતનો ભોગ બન્યાં હતાં. કન્ટેનર નીચે મોટરસાઇકલ સાથે દબાઈ જતાં 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પતિને કમર અને પગના ભાગે ઇજાઓ થઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, પીપળીયા ગામની નવીનગરીમાં રહેતા 50 વર્ષીય ઠાકોરભાઈ જીવણભાઈ રાઠોડ ગત 26 નવેમ્બરની સવારે આશરે 7:30 વાગ્યે પોતાની હોન્ડા સાઇન મોટરસાઇકલ પર પત્ની સંગીતાબેન (ઉં.વ.45) અને ત્રણ વર્ષની નવાસી નિશાને બેસાડીને જંબુસર જવા નીકળ્યા હતા. મોટરસાઇકલની સર્વિસ કરાવવા અને નંબર પ્લેટ લગાવવાના કામે તેઓ જઈ રહ્યા હતા.

Advertisement

દરમિયાન સવારે પોણા આઠ વાગ્યાના અરસામાં પીપળીયાથી વહીયાલ તરફ જતા રોડ પર વળાંક પાસે તેમની આગળ એક મોટરસાઇકલ પસાર થઈ રહી હતી. તે સમયે સામેથી રોંગ સાઇડમાં પૂરઝડપે આવી રહેલા કન્ટેનર ટ્રક નંબર GJ-16-AV-0773ના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગયો હતો. ટ્રકની નીચે ઠાકોરભાઈની મોટરસાઇકલ દબાઈ ગઈ હતી. ઠાકોરભાઈ અને બાળકી ફંગોળાઈને દૂર પડ્યાં હતાં, જ્યારે સંગીતાબેન મોટરસાઇકલ સાથે ટ્રક નીચે દબાઈ ગયાં હતાં. આગળ જઈ રહેલી અન્ય મોટરસાઇકલ પણ ટ્રક નીચે દબાઈ ગઈ હતી.

સ્થાનિકોએ ક્રેન બોલાવી કન્ટેનર ઊંચું કરાવી સંગીતાબેનને બહાર કાઢ્યાં હતાં. તેમને લોહીલુહાણ અને બેભાન હાલતમાં વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે સવારે આશરે 10 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા.

બનાવમાં ઠાકોરભાઈને ઇજાઓ થતાં સારવાર આપવામાં આવી હતી, જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો હતો. આ અંગે ઠાકોરભાઈ રાઠોડે કન્ટેનર ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.


Share

Related posts

સુરત : વેડરોડ ખાતે સૂર્યા મરાઠીની ઓફિસમાં આજે સાતેક જેટલા અજાણ્યા ઈસમો આવીને સૂર્યા મરાઠીને ચપ્પુના ધા ઝીકી હત્યા કરવામાં આવી.

ProudOfGujarat

વિજ્યા દસમી નિમિત્તે પાલેજ પોલીસ મથક ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

નંદેલાવ ગામ ખાતે બેન્ક એકાઉન્ટના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે શિબિર યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!