Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના લીંબુ છાપરીમાં નજીવી તકરારમાં યુવક પર હુમલો: લાકડાના ધોકાથી માથામાં ફટકો મારતાં ચાર ટાંકા આવ્યા, બે શખ્સો સામે ફરિયાદ : એક્ટિવા અડકતાં રહી જતાં થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવકને ઘર પાસે જ ઢીકાપાટુનો માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ

Share

ભરૂચ: ભરૂચ શહેરના લીંબુ છાપરી વિસ્તારમાં એક્ટિવા ચલાવવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બે શખ્સોએ એક યુવકને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે એક શખ્સે લાકડાના ધોકાથી માથાના ભાગે હુમલો કરતાં યુવકને ચાર ટાંકા આવ્યા હતા. આ મામલે ભરૂચ શહેર પોલીસે બે શખ્સો સામે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, લીંબુ છાપરીમાં મુસ્લિમ સોસાયટી સામે રહેતો 23 વર્ષીય જયેશ મહેશભાઈ વસાવા મજૂરીકામ કરીને માતા સાથે જીવન ગુજારે છે. ગત 25 નવેમ્બરની રાત્રે આશરે નવ વાગ્યે તે એક્ટિવા લઈને સિફા ત્રણ રસ્તા પાસે દૂધ લેવા ગયો હતો. દૂધ લઈને પરત ફરતી વખતે ભાથીજી મંદિર પાસે સામેથી એક મોટરસાઇકલ રોંગ સાઇડમાં આવતાં તેણે એક્ટિવા સાઇડમાં લીધી હતી. આ દરમિયાન ત્યાં ઊભેલા આકાશ વસાવા અને સંતોષ વસાવાને એક્ટિવાની ટક્કર વાગતાં રહી ગઈ હતી.

Advertisement

ત્યારબાદ રાત્રે આશરે દસ વાગ્યે જયેશ પોતાના ઘર બહાર ભજનના કાર્યક્રમ દરમિયાન ખુરશી પર બેઠો હતો, ત્યારે આકાશ અને સંતોષ ત્યાં આવી પહોંચ્યા હતા. બંનેએ એક્ટિવા કેમ ચડાવી તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. સંતોષે ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે આકાશ લાકડાનો ધોકો લાવી જયેશના માથામાં ફટકો માર્યો હતો.

બૂમાબૂમ થતાં તેની માતા જશીબેન તથા સ્થાનિક કૌશિક વસાવા અને યોગેશ વસાવા વચ્ચે પડી તેને છોડાવ્યો હતો. બાદમાં મિત્ર કૌશિક તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં માથામાં ચાર ટાંકા આવ્યા હતા.

આ બનાવ અંગે જયેશ વસાવાએ આકાશ વસાવા અને સંતોષ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

લીંબડીમાં જળ જીલણી અગિયારસ નિમિત્તે ઠાકોરજીની પાલખી યાત્રા નીકળી.

ProudOfGujarat

હાલોલમાં વિઘ્નહર્તા ગ્રુપ દ્વારા શ્રીજી પ્રતિમાનું ઉત્સાહભેર આગમન કરાયું

ProudOfGujarat

ભરૂચ શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ભક્તિભાવ પૂર્વક નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!