Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 30 અરજદારોની રજૂઆતો સાંભળાઈ, કલેક્ટરે સમયમર્યાદામાં ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપી : જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદો અંગે વિભાગીય અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ

Share

ભરૂચ: ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કુલ 30 અરજદારોની રજૂઆતો સાંભળવામાં આવી હતી અને નાગરિકોના પ્રશ્નો તથા ફરિયાદોના નિરાકરણ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા વિવિધ પ્રશ્નો, સમસ્યાઓ અને ફરિયાદો રજૂ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ અરજદારોની રજૂઆતો સાંભળી સંબંધિત અધિકારીઓને પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા જરૂરી સૂચનાઓ આપી હતી.

Advertisement

નાગરિકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા તેમજ વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક કલેક્ટર આર.બી. ભોગાયતા, એ.એસ.પી. અજયકુમાર મીણા, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ઝઘડીયા : ઉમલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અને ગ્રામ પંચાયતને સેનેટાઇઝ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટ બંધ: પહેલા શ્રાવણ સોમવારે કાવડયાત્રીઓમાં નારાજગી  :  ઘાટના નવીનીકરણની કામગીરી વચ્ચે પવિત્ર નર્મદા જળ ન મળતાં શ્રદ્ધાળુઓ નિરાશ; વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ઉઠી માંગ

ProudOfGujarat

સુરતનાં ભરચક અવરજવરવાળા વરાછા વિસ્તારમાં ટ્રાફિક નિયમનની કામગીરી બજાવતા ટીઆરબીના કર્મચારીઓ વાહનો અટકાવવા જતા એક ઓટો રીક્ષા પલ્ટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!