Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટ બંધ: પહેલા શ્રાવણ સોમવારે કાવડયાત્રીઓમાં નારાજગી  :  ઘાટના નવીનીકરણની કામગીરી વચ્ચે પવિત્ર નર્મદા જળ ન મળતાં શ્રદ્ધાળુઓ નિરાશ; વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ઉઠી માંગ

Share

 

ભરૂચ :

Advertisement

 

ભરૂચના ઝાડેશ્વર ખાતે પવિત્ર નર્મદા કિનારે આવેલ સુપ્રસિદ્ધ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ઉત્તર ભારતના શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ દર્શન અને પવિત્ર નર્મદા જળ લેવા પહોંચ્યા હતા. જોકે, નર્મદા ઘાટ નવીનીકરણની કામગીરીને કારણે બંધ હોવાથી કાવડયાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘાટ પરથી જળ ન ભરી શકતા શ્રદ્ધાળુઓમાં નારાજગી અને નિરાશા જોવા મળી હતી.

ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે માત્ર ભરૂચ જિલ્લો જ નહીં પરંતુ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન અહીં કાવડયાત્રીઓની વિશેષ ભીડ રહેતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી નર્મદા ઘાટના નવીનીકરણ અને વિકાસની કામગીરી ચાલી રહી હોવાથી ઘાટ બંધ રાખવામાં આવ્યો છે.

સોમવારે બેન્ડ-બાજા સાથે પહોંચેલા કાવડયાત્રીઓ જ્યારે નર્મદા જળ લેવા ઘાટ પર પહોંચ્યા ત્યારે પ્રવેશ બંધ હોવાથી તેઓને પવિત્ર નર્મદા જળ મળી શક્યું નહોતું. જેના કારણે અનેક શ્રદ્ધાળુઓએ પોતાની લાગણી વ્યક્ત કરતાં વહીવટી તંત્ર સમક્ષ યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.

આગામી દિવસોમાં ગુજરાતમાં પણ શ્રાવણ માસનો પ્રારંભ થવાનો હોવાથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હજારો શ્રદ્ધાળુઓ ઉમટવાની સંભાવના છે. આ સંજોગોમાં કાવડયાત્રીઓ અને સ્થાનિક લોકોએ તંત્રને અપીલ કરી છે કે ઘાટના બાંધકામ દરમિયાન પણ વૈકલ્પિક માર્ગ અથવા અસ્થાયી ઘાટની વ્યવસ્થા કરવામાં આવે, જેથી ભક્તો સરળતાથી નર્મદા જળ મેળવી શકે અને તેમની ધાર્મિક આસ્થાને કોઈ વિક્ષેપ ન પડે.


Share

Related posts

નાગરિકોને સહાય કરવાના હેતુથી ગુજરાત આત્મનિર્ભર અંતર્ગત પ્રોપર્ટી ટેક્ષમાં માફી : ભરૂચ નગરપાલિકા.

ProudOfGujarat

ભરૂચ : વાલીયા તાલુકાના ચમારીયા પાસે બે બાઇક સામસામે અથડાતા બે ને ઇજા એકનું મોત.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ, ફૂલવાડી રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ખસેડાયા સારવાર હેઠળ…!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!