Proud of Gujarat
FeaturedGujaratINDIA

અસલી સોનાનાં બિસ્કિટ બતાવી નકલી સોનાના બિસ્કીટનું વેચાણ કરતી ગેંગના ૪ આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

Share

ભરૂચમા સસ્તું સોનું અપાવવાની લાલચ આપીને નકલી સોનું આપતી ગેંગના 4 આરોપીઓ ઝડપાયા હતા. સસ્તા ભાવે સોનું અપાવવાની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગના ૪ આરોપીઓને ઝડપી પાડવા અંગે ભરૂચ એસઓજી પોલીસને સફળતા મળી છે.

આ અંગે વિગતે જોતા ભરૂચ જીલ્લા પોલીસવડા ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસના પીઆઇ એ.એ.ચૌધરીએ પોતાની ટીમને સક્રીય કરતા પી એસઆઈ એવી શિયાળીયા તથા પીએસઆઈ આર.એસ.ચાવડાઓ તેમના સ્ટાફ સાથે બંદોબસ્તમાં હતા તે વખતે ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડીમાં ૪ ઈસમો સોનાના બિસ્કીટ લઇ વેચવા માટે આવી રહ્યા છે અને આ સોનાના બિસ્કીટ દ્વારા જાહેર જનતા સાથે છેતરપીંડી કરવાના હેતુ સાથે ૪ વ્યકિતઓની ટોળકી શેરપુરા વિસ્તારમાં ફરી રહી છે આવી બાતમીના આધારે એસઓજી પોલીસના પોલીસ કર્મચારીઓ વોચ ગોઠવીને બેઠા હતા તેવામાં શેરપુરા બાયપાસ પાસે આવેલ ઝમઝમ એપાર્ટમેન્ટ પાસે બાતમી મુજબની સફેદ સ્વીફટ ગાડી આવતા તેને રોકી કારનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. તેમાં ૪ ઈસમો જણાયા હતા જે ઈસમો પૈકી ઈબ્રાહીમશાહ જુસબશાહ શેખની ઝડતી દરમ્યાન પેન્ટના ખિસ્સામાંથી લાલ કાપડની થેલીમાં સોના જેવા ધાતુના બે બિસ્કીટ મળી આવ્યા હતા. તેમજ બીજા ઈસમ રઝાક અલાના સોઢાની ઝડતી દરમ્યાન પેન્ટના ખિસ્સામાંથી લાલ કાપડની થેલીમાં બે સોના જેવા ધાતુના બે બિસ્કીટ મળી આવ્યા હતા. આ બિસ્કીટના બીલ કે આધાર પુરાવા બાબતે પુછતાછ કરતા સંતોષકારક જવાબ નહીં આપતા સોના જેવી ધાતુના બિસ્કીટ જ્વેલર્સ પાસે ચેક કરાવતા ૪ બિસ્કીટ પૈકી બે બિસ્કીટ સોનાના તથા બે બિસ્કીટ નકલી હોવાનું જણાય આવ્યું હતુ. જે બિસ્કીટો આ ઈસમો એ ચોરી કે છળકપટથી મેળવી હોવાનું જણાતા બિસ્કીટ કબજે કરવામાં આવ્યા હતા તેમજ ઈસમોની અટક કરવામાં આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામા આવે તે માટે બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે. આગળની તપાસ એસઓજી પીએસઆઈ આર.એસ.ચાવડા કરી રહ્યા છે. ઝડપાયેલ મુદ્દામાલમા બે બિસ્કીટ અસલ સોનાના ૨૪ કેરેટના વજન ૨૦૦ નામ કિંમત રૂા. ૧.૪૦ લાખ, બે બિસ્કીટ ડુપ્લીકેટ વજન ૧૩૪,૨૩૦ ગ્રામ કિંમત 000, મોબાઈલ કોન નંગ ૮ કુલ કિંમત રૂ 1.19 લાખ, સ્વીફટ કાર કિંમત રૂા. 4 લાખ મળી કુલ 16.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ઝડપાયેલા આરોપીઓમાં 1) ઇબ્રાહિમશાહ શેખ, 2) રઝાક સોઢા, 3) અનવરખાન પઠાણ, 4) હસન સમા તમામ રહે. કચ્છ નાઓને ઝડપી પાડ્યા હતા.

Advertisement

Share

Related posts

ભાજપા મહિલા મોરચા દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓ છેવાડાના ગામ સુધી પહોંચાડવામાં આવશે : ડો. દીપિકા સરવરડા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં જુગારધામ પર પોલીસના દરોડા, તાડફળીયામાં સટ્ટા બેટિંગનો જુગાર રમતા ૧૧ ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

સુરતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં પોલીસે કોંગ્રેસી 40 કાર્યકરોની અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!