Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના મનુબર ગામે માનવતા શર્મસાર! 5-6 મહિનાના શ્વાનના બચ્ચાને જીવતું સળગાવ્યું, સારવાર દરમિયાન કરુણ મોત : જીવદયા કાર્યકરોની ફરિયાદ બાદ પોલીસે આરોપી નિતિન મિસ્ત્રીને કસ્ટડીમાં લીધો; આરોપીનો બચાવ – પૂંછડી સળગાવવા ગયો હતો, પરંતુ મોઢું દાઝી ગયું

Share

ભરૂચ: ભરૂચ તાલુકાના મનુબર ગામમાં પ્રાણી સાથે ક્રૂરતાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માત્ર 5થી 6 મહિનાના શ્વાનના બચ્ચાને જીવતું સળગાવી દેવામાં આવતાં ગંભીર રીતે દાઝેલા બચ્ચાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, મનુબર ગામમાં શ્વાનના બચ્ચા સાથે ક્રૂરતા આચરવામાં આવી હતી. બચ્ચાને ગંભીર રીતે સળગાવી દેવામાં આવતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું, જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

Advertisement

ઘટનાની જાણ થતાં જીવદયા કાર્યકરો આગળ આવ્યા હતા અને આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે નિતિન મિસ્ત્રી નામના આરોપીને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી તરફ, આરોપીએ એવો બચાવ કર્યો હતો કે તે શ્વાનના બચ્ચાની પૂંછડી સળગાવવા ગયો હતો, પરંતુ તેનું મોઢું સળગી ગયું હતું. જોકે, આ ઘટનામાં નિર્દોષ પ્રાણીનું જીવ ગુમાવવું પડતાં પ્રાણીપ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

નિર્દોષ અબોલ જીવ સાથેની આ ક્રૂરતાએ માનવતા અને પ્રાણીઓ પ્રત્યેની સંવેદનશીલતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.


Share

Related posts

ચાઇલ્ડ વેલ્ફેર સમિતીમાં ચેરમેન પદે પુર્વ નગરપાલીકા પ્રમુખ આર.વી.પટેલની નિમણુક ….

ProudOfGujarat

શિક્ષણ જગતને સર્મસાર કરતો કિસ્સો આવ્યો, શિક્ષિકા પાસે આચાર્યે કરી બીભત્સ માંગણી જાણો ક્યાં…???

ProudOfGujarat

ભરૂચ નર્મદા ચોકડી પાસેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે 3 શખ્સને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!