Proud of Gujarat
bharuchCrime & scandalFashionFeaturedGENERAL NEWSGujaratUncategorized

વાગરાના પીપલિયા નજીક કાળમુખા કન્ટેનરનો કહેર: બે બાઇકને અડફેટે લઈ પલટી મારતાં મહિલાનું કરુણ મોત, ત્રણ ઘાયલ : વાગરાથી દહેજ તરફ જતું કન્ટેનર બેકાબૂ બન્યું; મહિલા કન્ટેનર નીચે દબાઈ જતાં મોત, ક્રેનની મદદથી બચાવ કામગીરી કરાઈ

Share

ભરૂચ: વાગરા તાલુકાના પીપલિયા ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વાગરાથી દહેજ તરફ જઈ રહેલું GJ-16-AV-0773 નંબરનું કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બેકાબૂ બની ગયું હતું. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતી બે બાઇકને અડફેટે લીધા બાદ કન્ટેનર પલટી મારી ગયું હતું. અકસ્માતમાં એક મહિલા કન્ટેનર નીચે દબાઈ જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્મતને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી. કન્ટેનર નીચે દબાયેલી મહિલાને બહાર કાઢવા તેમજ અકસ્માતગ્રસ્ત વાહન હટાવવા ક્રેનની મદદ લેવામાં આવી હતી.

Advertisement

બીજી તરફ, જાણ થતાં જ વાગરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કન્ટેનર ચાલકની બેદરકારી કે અન્ય કોઈ કારણસર અકસ્માત સર્જાયો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પીપલિયા નજીક સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતે ભારે વાહનોની અવરજવર અને માર્ગ સલામતી સામે ફરી સવાલો ઊભા કર્યા છે.


Share

Related posts

વડોદરાના કુમેઠા ગામમાં ઘરના મુખ્ય દરવાજા બહાર મગરના 4 ફૂટના બચ્ચાનું રેસક્યૂ કર્યું

ProudOfGujarat

અંકલેશ્વરના ધંતુરીયા પાટિયા પાસેથી ભરૂચ એલ.સી.બી પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનાના નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

ભરૂચ : વાલિયાના મૌઝા ગામના હાથકુંડીમાં આડા સંબંધની શંકાએ પતિએ કરી પત્ની હત્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!