Proud of Gujarat
bharuchBusinessCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ GNFC ટાઉનશિપમાં ચાર દિવસથી આતંક મચાવતો દીપડો આખરે પાંજરે પુરાયો, રહીશોએ લીધો રાહતનો શ્વાસ : સ્ટ્રીટ નંબર 24, 9 અને 14 નજીક દીપડાની અવરજવરથી ફફડાટ; વન વિભાગે બે પાંજરાં ગોઠવી દીપડાને સુરક્ષિત રીતે ઝડપી પાડ્યો

Share

ભરૂચ: ભરૂચની GNFC ટાઉનશિપમાં છેલ્લા ચાર દિવસથી દીપડાની અવરજવરને પગલે રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો. ટાઉનશિપના સ્ટ્રીટ નંબર 24, 9 અને 14 નજીક દીપડો દેખાતાં સિક્યુરિટી ટીમ એલર્ટ થઈ હતી. ચાર દિવસ અગાઉ એક સિક્યુરિટી ગાર્ડે દીપડાને નજરે જોતાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

દીપડાની હિલચાલ પર નજર રાખવા અને તેને સુરક્ષિત રીતે પકડવા વન વિભાગે ટાઉનશિપ વિસ્તારમાં બે પાંજરાં ગોઠવ્યાં હતાં. આખરે દીપડો પાંજરે પુરાતાં વન વિભાગની ટીમે રાહત અનુભવી હતી. બીજી તરફ, દીપડાના ભય વચ્ચે રહેતા ટાઉનશિપના રહીશોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

ઉલ્લેખનીય છે કે અગાઉ ભરૂચના ભોલાવ GIDC વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી હતી. હવે GNFC ટાઉનશિપ જેવા રહેણાક વિસ્તારમાં દીપડાની હાજરી નોંધાતાં શહેરી વિસ્તારોમાં વન્યપ્રાણીઓની વધતી અવરજવરનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.


Share

Related posts

ભરૂચમાં ચેટીચાંદ પર્વની ઉમંગ ભેર ઉજવણી

ProudOfGujarat

જન આંદોલન – ભરૂચ દહેજ માર્ગ પર ટોલનાકા પાસે ચક્કાજામ, બિસ્માર બનેલો માર્ગની મરામત કરવાની ઉઠી માંગ.

ProudOfGujarat

પોરબંદર પતંજલિ દ્વારા અલગ- અલગ વિસ્તારોમાં સુવર્ણપ્રાસન ટીપાનો કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!