Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નર્મદા બ્રિજ નજીક ઓઇલ ભરેલી આઇસર કન્ટેનર પાછળ ઘૂસી, તેલના ૭૨ ડબ્બા લીકેજ થતાં રોડ પર રેલાયું તેલ : ન્યૂ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં આઇસરનો કેબિન અને બોડીનો ભાગ ક્ષતિગ્રસ્ત; સદનસીબે કોઈ જાનહાનિ નહીં, ટ્રાન્સપોર્ટ સંચાલકે ચાલક સામે નોંધાવી ફરિયાદ

Share

ભરૂચ: ન્યૂ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ ઉતરતા ટોલનાકા બાદ નર્મદા બ્રિજ નજીક તેલ ભરેલી આઇસર ગાડી આગળ જતાં કન્ટેનર પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આઇસર ગાડીના કેબિન અને બોડીના ભાગને નુકસાન થયું હતું, જ્યારે તેમાં ભરેલા તેલના ટીનના ડબ્બા તૂટી જતાં મોટી માત્રામાં તેલ રસ્તા પર ઢોળાયું હતું. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઇજા થઈ ન હતી.

મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના કડીના અનીલભાઈ જગદીશભાઈ બારોટ (ઉં.વ.39) જગદંબા રોડવેઝ નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમની ટ્રાન્સપોર્ટમાં ભાડેથી ચાલતી ગાડીઓ પૈકી કૌશિકભાઈ કરમણભાઈ ઓડની આઇસર ગાડી નંબર GJ-02-AT-8872 ગુલાબ ઓઇલ પ્રા.લિ. કંપની, બલાસર ગામથી તેલનો જથ્થો ભરીને નવસારી, વેસમા અને ચીખલી તરફ જવા નીકળી હતી.

Advertisement

તા.25 નવેમ્બરના રોજ વહેલી સવારે કંપની તરફથી અનીલભાઈને મેસેજ મળ્યો હતો કે આઇસરમાં તેલના 728 ટીનના ડબ્બા અને 77 કાર્ટુન ભરવામાં આવ્યા છે. ત્યારબાદ સવારે આશરે 8:30 વાગ્યે અન્ય ટ્રકચાલક લાલાભાઈ ઓડે ફોન કરીને જાણ કરી હતી કે કૌશિકની આઇસરને નર્મદા બ્રિજ નજીક અકસ્માત નડ્યો છે.

જેથી અનીલભાઈ સ્થળ પર પહોંચતાં આઇસર આગળ ચાલતા કન્ટેનર નંબર HR-69-C-8190 સાથે અથડાયેલી હાલતમાં જોવા મળી હતી. અકસ્માતમાં આઇસરનો કેબિન અને બોડીનો ભાગ તૂટી ગયો હતો. તેલના કેટલાક ડબ્બા નીચે પડી તૂટી જતાં તથા અન્ય ડબ્બા દબાઈ જતાં તેલ લીકેજ થઈ રસ્તા પર ફેલાયું હતું.

આ મામલે ટ્રાન્સપોર્ટ સંચાલક અનીલભાઈ બારોટે આઇસરચાલક કૌશિકભાઈ ઓડ સામે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જી નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવી કાયદેસરની તપાસની માંગ કરી છે.


Share

Related posts

ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામના 25 એપ્રિલે ખુલશે કપાટ

ProudOfGujarat

વાલિયાના બૂટલેગર પાસેથી દારૂ લાવી વેચતો ભરૂચના વેજલપૂરનો બૂટલેગર ઝબ્બે

ProudOfGujarat

સારું…મેં કંઈક નવું કરવાનો પ્રયાસ કર્યો”: દિલજીત દોસાંઝની “કુફર” માં મિસ વર્લ્ડ માનુષી છિલ્લરનો ઉબર-સેક્સી લુક અમને સંપૂર્ણપણે ઉત્સાહિત કરી રહ્યો છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!