Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સિકલીગર ગેંગનો પર્દાફાશ: બંધ મકાનોને નિશાન બનાવતી ગેંગના સભ્યો ઝડપાયા : નર્મદા બંગ્લોઝ, દુબઈ ટેકરી, નબીપુર અને અંકલેશ્વરની ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલાયા; બાઈક સહિત રૂ.90 હજારનો મુદ્દામાલ કબજે, એક આરોપી વોન્ટેડ

Share

ભરૂચ :

ભરૂચ જિલ્લામાં રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરીઓને અંજામ આપતી સિકલીગર ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ભરૂચ શહેરના નર્મદા બંગ્લોઝ અને દુબઈ ટેકરી ઉપરાંત નબીપુર તથા અંકલેશ્વરમાં થયેલી ચોરીઓના ભેદ ઉકેલાયા છે. પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી હોન્ડા સાઇન મોટરસાઇકલ અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.90 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર, ગત તા.13 ઓક્ટોબર, 2026ની રાત્રે ભરૂચના નર્મદા બંગ્લોઝ સોસાયટી અને દુબઈ ટેકરીના ભાથીજી મંદિર ફળિયામાં આવેલા મકાનોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ બની હતી. આ ગુનાઓનો ભેદ ઉકેલવા ‘સી’ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરીએ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ વિશ્લેષણ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી.

તપાસ દરમિયાન ચોરીમાં સંડોવાયેલા શખસો ભરૂચ છોડીને અલગ-અલગ સ્થળોએ ગયા હોવાની વિગતો મળતાં ભરૂચ એલસીબીએ અમદાવાદ ખાતેથી સતનામ ચંદાસિંગ ધનુસિંગ સિકલીગર (ઉં.વ.24)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસે વડોદરા ખાતેથી સંજય ઉર્ફે સંજુ શૈલેષભાઈ વસાવા (ઉં.વ.19, રહે. કસક નવીનગરી, ભરૂચ)ને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન ભરૂચ ઉપરાંત નબીપુર અને અંકલેશ્વરમાં થયેલી અન્ય ચોરીઓની વિગતો પણ સામે આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ અન્ય સાગરીત લખનસિંગ લાલસિંગ બાવરી સાથે મળીને મોટરસાઇકલનો ઉપયોગ કરી નર્મદા બંગ્લોઝ અને દુબઈ ટેકરી વિસ્તારમાં ચોરીઓ કરી હતી. આશરે અઢી મહિના પહેલાં નબીપુરના શાહપુરા ગામમાં એક મકાનને નિશાન બનાવ્યું હતું. જ્યારે આશરે પંદર દિવસ પહેલાં વડોદરાના રાજેન્દ્રસિંગ નામના શખસ સાથે મળીને અંકલેશ્વરમાં ડી-માર્ટ નજીક આવેલી સોસાયટીના બંધ મકાનમાં ચોરી કરી હોવાની વિગતો પણ તપાસમાં બહાર આવી હતી.

પોલીસે સંજય ઉર્ફે સંજુ વસાવાની માલિકીની હોન્ડા સાઇન મોટરસાઇકલ નંબર GJ-16-EK-1406, જેની કિંમત રૂ.70 હજાર છે, તેમજ રૂ.20 હજારની કિંમતના બે મોબાઇલ ફોન કબજે કર્યા છે. આમ, કુલ રૂ.90 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ ગુનામાં સંડોવાયેલો હોવાનું જણાવાયેલો લખનસિંગ લાલસિંગ બાવરી (રહે. કસક ઝૂંપડપટ્ટી, ભરૂચ) હાલ વોન્ટેડ છે. તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Share

Related posts

ધરમપુર તાલુકા માં આંગણવાડી ની ભરતીમાં ગોબાચારી ,સ્વચ્છ છબી ધરાવનાર સીએમ વિજયભાઈ નોંધ લેશો ?

ProudOfGujarat

કાસ્ટિંગ કાઉચની વાસ્તવિકતાને નકારી શકાય નહીં, પરંતુ તેનો જવાબ કેવી રીતે આપવો તે દરેક વ્યક્તિ પર છે: અભિનેત્રી સીરત કપૂર

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પશુ દવાખાના દ્વારા વર્લ્ડ રેબિઝ ડે ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!