Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં અજાણ્યા ફોરવ્હીલ ચાલકે બાઈકને ટક્કર મારતાં યુવાનનું મોત : સારંગપુર પાટિયાથી જીતાલી ફાટક તરફ ન્યૂ ગુજરાત ટ્રેડર્સ સામે અકસ્માત; ટક્કર મારી કારચાલક ફરાર, પોલીસ તપાસની માંગ

Share

અંકલેશ્વર :

અંકલેશ્વર તાલુકાના સારંગપુર પાટિયાથી જીતાલી ફાટક તરફ જવાના માર્ગ પર ન્યૂ ગુજરાત ટ્રેડર્સ સામે અજાણ્યા ફોરવ્હીલ વાહનચાલકે બાઈકને ટક્કર મારતાં 30 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક પોતાનું ફોરવ્હીલ વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મૃતકના કાકાએ ગડખોલ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના દઢાલ ખાતે પરિવાર સાથે રહેતા રામસ્વરૂપ પાલ ગડખોલ ગીરનાર પેટ્રોલપંપની બાજુમાં આવેલા કૃષ્ણા કોમ્પ્લેક્સ ખાતે આ વેલ ફ્લાઈંગ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં ફિલ્ડ ઓફિસર તરીકે છેલ્લા ચાર વર્ષથી નોકરી કરે છે. તેઓ ઘટનાના દિવસે સવારે નોકરી પર ગયા હતા અને બપોરે ઘરે આવ્યા બાદ સારંગપુર યોગેશ્વર નગર ખાતે આવેલા ભાથીજી મંદિર ગયા હતા.

દરમિયાન બપોરના આશરે ચાર વાગ્યાના સુમારે તેમના મોટા ભાઈ શિરોમણી પાલનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમના પુત્ર ગોપાલજી પાલ (ઉં.વ.30) પોતાની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ નંબર GJ-16-EJ-7349 લઈને દઢાલ ખાતે ઘરે આવતા હતા, ત્યારે સારંગપુર પાટિયાથી જીતાલી ફાટક તરફ ન્યૂ ગુજરાત ટ્રેડર્સ સામે અકસ્માત થયો છે. આથી રામસ્વરૂપ પાલ તાત્કાલિક ગડખોલની સીએચસી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

હોસ્પિટલમાં પહોંચતાં તેમના ભત્રીજા ગોપાલજી પાલ સ્ટ્રેચર પર મૃત હાલતમાં પડેલા હતા. તેમના શરીરે માથાના જમણા ભાગે, જમણા હાથે અને કમરના ભાગે ગંભીર ઇજાઓ સહિત નાની-મોટી ઇજાઓ જોવા મળી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી અનુસાર, બપોરે આશરે પોણા ત્રણથી ત્રણ વાગ્યાની વચ્ચે ઝઘડિયા તરફથી પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલા અજાણ્યા ફોરવ્હીલ વાહનચાલકે ગોપાલજીની મોટરસાઇકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં ગોપાલજીનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ફોરવ્હીલ વાહનચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ બનાવ અંગે મૃતકના કાકા રામસ્વરૂપ પાલે અજાણ્યા ફોરવ્હીલ વાહનચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા વાહનચાલકને શોધવા માટે તપાસ હાથ ધરે તેવી માંગ ઊઠી છે.


Share

Related posts

ગોધરા નગરમાં બે દિવસ પાણી પુરવઠા નહીં મળે :પાઈપલાઈનમાં લીકેજ થવાના કારણે બે દિવસ પાણી બંધ રહેશે

ProudOfGujarat

લીંબડીનાં મફતીયાપરામાંથી રામદેવજીનો વરઘોડો નીકળ્યો.

ProudOfGujarat

કરજણ ડેમ માંથી 1 લાખ ક્યુસેક પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!