Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમા પાંચ ફીડર પર ૨૯મીએ વીજકાપ, પાણી પુરવઠો ખોરવાશે : સવારે ૭થી સાંજે ૫ વાગ્યા સુધી મેઈન્ટેનન્સ; નગરપાલિકાની પાણીનો સંગ્રહ કરવા અપીલ

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરમાં ૨૯મી ઓક્ટોબરના રોજ ૧૨૫થી વધુ સોસાયટીઓમાં વીજળી સાથે પાણીની સમસ્યા સર્જાશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પાંચબત્તી સબસ્ટેશન હેઠળના પાંચ ફીડરમાં મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી સવારે ૭થી સાંજે ૫ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

આ કામગીરીમાં ૧૧ કેવી નંદીની, એપીએમસી, અવધૂત, ટોરેન્ટ અને શક્તિનાથ ફીડરનો સમાવેશ થાય છે. વીજકાપને કારણે માતરિયા ઇન્ટેકવેલ પર પણ વીજ પુરવઠો બંધ રહેશે. પરિણામે ભરૂચ નગરપાલિકા સંબંધિત વિસ્તારોમાં સવાર અને સાંજનો પાણી પુરવઠો આપી શકશે નહીં.

નગરપાલિકાએ અસરગ્રસ્ત સોસાયટીઓના રહેવાસીઓને પીવા અને ઘરવપરાશ માટે જરૂરી પાણીનો અગાઉથી સંગ્રહ કરી રાખવા અપીલ કરી છે. સાથે જ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું છે. નગરપાલિકાના જણાવ્યા મુજબ, ૩૦મી ઓક્ટોબરથી તમામ વિસ્તારોમાં નિયમિત પાણી પુરવઠો શરૂ થઈ જશે.


Share

Related posts

ઝગડિયા તાલુકાના બોરીદ્રા ગામ ની હદ માં પેકેટમાં રહસ્યમય કેમિકલ અથવા પદાર્થ ક્યો તે ખુલાસો કોણ અને ક્યારે કરશે

ProudOfGujarat

ભરૂચ : લેન્ડ ગ્લેબિંગ પ્રોહિબિશન એકટ મુજબ કરેલ 15 ફરિયાદની તાત્કાલિક એફ.આઇ.આર. કરવા કલેકટરને આવેદનપત્ર.

ProudOfGujarat

ભારે કરી – જંબુસર તાલુકાના પિલુદરા ગામ પાસે પસાર થતી કેનાલમાં અચાનક લોહી જેવું લાલ કલરનું પ્રદુષિત પાણી વહેતું થતા ખેડૂતોમાં રોષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!