Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર બોનેટ પર બેસી ડ્રાઇવર વગર કાર દોડાવી સ્ટંટ કરનાર શખ્સ ઝડપાયો : સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં A ડિવિઝન પોલીસની કાર્યવાહી, રૂ.2 લાખની બલેનો કાર કબજે

Share

 

ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કારના બોનેટ પર બેસી ડ્રાઇવર વગર ફોરવ્હીલર દોડાવી જોખમી સ્ટંટ કરનાર શખ્સ સામે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયા પર સ્ટંટનો વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડી રૂ.2 લાખની બલેનો કાર કબજે કરી હતી.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા.22 નવેમ્બરના રોજ સાંજના આશરે છ વાગ્યાના અરસામાં ભરૂચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક શખ્સ સફેદ રંગની મારુતિ સુઝુકી બલેનો કાર નંબર GJ-15-CF-0687ના બોનેટ પર બેસીને ડ્રાઇવર વગર કાર ચલાવી જોખમી સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. આ પ્રકારની બેદરકારીથી પોતાની સાથે રાહદારીઓના જીવ પણ જોખમમાં મુકાયા હતા.

વીડિયોના આધારે A ડિવિઝન પોલીસ સ્ટેશનના અ.પો.કો. અજયસિંહ અભેસિંહ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી કારચાલકને શોધી કાઢ્યો હતો. ત્યારબાદ બે પંચોની હાજરીમાં પૂછપરછ કરતાં આરોપીએ પોતાનું નામ બ્રજમાનસિંઘ મુકેશસિંઘ સિકરવાર (ઉં.વ.32), રહે. સિદ્ધેશ્વરી રેસિડેન્સી, મોતાલી ગામ, અંકલેશ્વર હોવાનું જણાવ્યું હતું.

પોલીસે કારના દસ્તાવેજો માંગતાં આરોપી કોઈ આધાર-પુરાવા રજૂ કરી શક્યો નહોતો. જેથી એન્જિન નંબર K12MN4136097 અને ચેસિસ નંબર MA3EWB22SGA135299 ધરાવતી બલેનો કાર, જેની કિંમત રૂ.2 લાખ આંકવામાં આવી છે, તે વધુ તપાસ અર્થે કબજે કરી હતી.

આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 મુજબ કાયદેસરની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ચોરીમાં ગયેલ પાંચ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવીઝન પોલીસ

ProudOfGujarat

નેત્રંગમાં મુખ્યમંત્રીની સુરક્ષા-વ્યવસ્થા માટે તોડવામાં આવેલા ડિવાઇડરો બનાવવા તંત્રને નથી ફુરસત

ProudOfGujarat

ભરૂચ ડિવિઝનના ૮ પોલીસ સ્ટેશનના ૨૫૫ કેસમાં ઝડપાયેલાં ૧.૫૮ કરોડના દારૂની બોટલ પર બુલડોઝર ફેરવાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!