Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં ભાડૂઆતની પોલીસ નોંધણી નહીં કરાવનારા બે મકાન-દુકાન માલિક સામે ગુનો નોંધાયો : પોલીસની ભાડૂઆત ચેકિંગ ઝુંબેશમાં બે કિસ્સા સામે આવ્યા, ઓડિશાના ભાડૂઆતને મકાન અને રાજસ્થાનના શખ્સને દુકાન ભાડે આપી પોલીસ રેકોર્ડમાં નોંધણી કરાવી નહોતી

Share

। ભરૂચ ।

ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ મથક વિસ્તારમાં ભાડૂઆતોની ચકાસણી અને ભાડા કરાર નોંધણી અંગે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા બે મિલકત માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બંને માલિકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223(બી) હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ અધિક્ષકની સૂચનાથી દહેજ પોલીસ દ્વારા 22 નવેમ્બરના રોજ ભાડૂઆત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસની ટીમ દહેજ ગામના ઠુઠિયા ફળિયામાં પહોંચી હતી. જ્યાં દિનેશભાઈ ઉર્ફે રાજુ માધવભાઈ રાઠોડના મકાનમાં ઓડિશાના પુરી જિલ્લાના અનિલકુમાર ભગીરથ મર્યા (ઉં.વ.28) છેલ્લા બે મહિનાથી ભાડે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન મકાન માલિકે ભાડૂઆતના ઓળખપત્ર, ફોટા અને મૂળ સરનામાની વિગતો નિયત ફોર્મમાં ભરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી ન હોવાનું સામે આવ્યું હતું.

બીજા બનાવમાં દહેજ પોલીસની પેટ્રોલિંગ ટીમે વડદલા ગામની પૂર્ણિમા સોસાયટીમાં આવેલી પાબુજી કિરાણા સ્ટોર્સની તપાસ કરી હતી. આ દુકાન છેલ્લા બે વર્ષથી રાજસ્થાનના પાલી જિલ્લાના પ્રધાન રામને માસિક રૂ.16 હજારના ભાડે આપવામાં આવી હતી. દુકાન માલિક સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા ઉજાસ સતીશભાઈ ડોબરિયાએ પણ ભાડૂઆતના ઓળખપત્ર, ફોટા અને મૂળ સરનામાની વિગતો પોલીસમાં નોંધાવી ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

આમ, ભાડૂઆતની વિગતો પોલીસને ન આપી જાહેરનામાનો ભંગ કરવા બદલ દહેજ પોલીસે દિનેશભાઈ ઉર્ફે રાજુ રાઠોડ અને ઉજાસ ડોબરિયા સામે અલગ-અલગ ફરિયાદો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

એસ.એસ.સી અને એચ.એસ.સી પરીક્ષા અંગેની સંપૂર્ણ વિગતો… કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો…

ProudOfGujarat

ભરૂચ નગરનાં સ્ટેશન વિસ્તારનાં દુકાનદારોએ બપોરે 4 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા જાહેરાત કરી.

ProudOfGujarat

ડિફેન્સ સેક્ટર અંગે ઉદ્યોગકારોને સમજણ આપવા સુરત ચેમ્બરની ડિફેન્સ સેક્રેટરીને રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!