Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શુક્લતીર્થના મેળાને મહાલવા ઉમટી જનમેદની, સીટી સેન્ટરથી 30 બસોની વ્યવસ્થા : પાંચ દિવસીય મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે એસ.ટી. વિભાગનું વિશેષ આયોજન

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ શુક્લતીર્થ ખાતે યોજાયેલા મેળાને મહાલવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને લોકો ઉમટી રહ્યા છે. મેળામાં આવતા લોકોની સુવિધા અને સુરક્ષિત અવરજવરને ધ્યાનમાં રાખીને એસ.ટી. વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભરૂચ સીટી સેન્ટરથી શુક્લતીર્થ સુધી પાંચ દિવસીય મેળા દરમિયાન કુલ 30 બસો ફાળવવામાં આવી છે. મેળામાં આવતા લોકોને સમયસર અને સુરક્ષિત વાહન વ્યવહાર મળી રહે તેમજ ખાનગી વાહનોના અભાવે કોઈને હાલાકી ન પડે તે હેતુથી આ આયોજન કરાયું છે.

ઉલ્લેખનીય છે કે શુક્લતીર્થના મેળામાં દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એસ.ટી. બસ મારફતે મેળા સુધી પહોંચતા હોય છે. આથી મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એસ.ટી. વિભાગે વધારાની બસોની વ્યવસ્થા કરી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયત સહિત ૯ તાલુકા પંચાયતોમાં વહિવટદારની નિમણૂંક

ProudOfGujarat

હાંસોટ : આહિર સમાજ દ્વારા બીલીયાઇ માતાજી મુગલાય માતાજી મેલડી માતાજીના મંદિરના 27 માં પાટોત્સવની ઉજવણી કરી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે વિજળી વિભાગની કચેરીમાં કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!