ભરૂચ :
ભૂસ્તરશાસ્ત્રી, ભરૂચના માર્ગદર્શન હેઠળ તા. ૨૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ, ભરૂચની તપાસ ટીમ દ્વારા ભરૂચ-દહેજ રોડ, આમોદ-જંબુસર રોડ તેમજ ઝઘડિયા-રાજપીપળા રોડ પર ખનિજ વહન કરતા વાહનોનું આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ખનિજનું બિનઅધિકૃત વહન કરતા વાહનો સામે ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન ચાર વાહનોમાં ખનિજનું બિનઅધિકૃત વહન થતું હોવાનું જણાયું હતું, જ્યારે અન્ય બે વાહનો બ્લેકટ્રેપ ખનિજનું બિનઅધિકૃત વહન કરતા ઝડપાયા હતા. ચાર વાહનો નંબર GJ16AY9077, GJ06AX5098, GJ16AZ4646, GJ06BY6636 તથા બ્લેકટ્રેપ ખનિજનું બિનઅધિકૃત વહન કરતા બે વાહનો નંબર GJ16AW4648, GJ16AU9989ને વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી અંતર્ગત અંદાજિત રૂપિયા ૧ કરોડ ૭૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે ૧૨.૧૦ લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ખનિજ સંપત્તિના સંરક્ષણ તેમજ ગેરકાયદેસર ખનિજ વહન પર અંકુશ લાવવા માટે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા તપાસ અને કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી રહી છે.
